રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ 'PBG સોલ્જરથોન'ને લીલી ઝંડી આપી રવાના કરી
प्रविष्टि तिथि:
02 AUG 2026 1:56PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (02 ઓગસ્ટ, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાંથી 'PBG (પ્રેસિડેન્ટ્સ બોડીગાર્ડ્સ) સોલ્જરથોન' ને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી રવાના કરી હતી. આ પ્રસંગે આ પહેલના સંરક્ષક અને મિઝોરમના રાજ્યપાલ જનરલ (ડો.) વી. કે. સિંહ (નિવૃત્ત) ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિએ આ પ્રસંગની યાદમાં એક વિશેષ પોસ્ટેલ કવર પણ બહાર પાડ્યું હતું. આ દોડનું આયોજન કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ, દિલ્હી કેન્ટોનમેન્ટ ખાતે કરવામાં આવ્યું હતું.

'સોલ્જરથોન' એ 'સૈનિકો માટે દોડો, સૈનિકો સાથે દોડો'ના વિઝનથી પ્રેરિત, નાગરિકો અને સશસ્ત્ર દળો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટેનું એક અનન્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે. 'વાસ્તવિક નાયકોને સમર્થન – ભારતના સશસ્ત્ર દળો' (Supporting Real Heroes – the Armed Forces of India) થીમ પર આધારિત આ કાર્યક્રમ આપણા સૈનિકોના સમર્પણ, સાહસ અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે, જ્યારે નાગરિકોને સક્રિય ભાગીદારી દ્વારા તેમની સાથે એકજૂથતા દર્શાવવા માટે પ્રોત્સાહિત કરે છે.

સોલ્જરથોન દોડ ત્રણ શ્રેણીઓમાં યોજવામાં આવે છે - 3 કિમી, 5 કિમી અને 10 કિમી. સોલ્જરથોનમાંથી મેળવેલી રકમનો ઉપયોગ સશસ્ત્ર દળોના પેરાપ્લેજિક રિહેબિલિટેશન સેન્ટર (Paraplegic Rehabilitation Centre), યુદ્ધમાં શહીદ થયેલા/ઈજાગ્રસ્ત થયેલા જવાનોના આશ્રિતોના કલ્યાણ વગેરે માટે કરવામાં આવે છે. PBG સોલ્જરથોનનો ઉદ્દેશ્ય PBG ના ઘોડાઓ અને સૈનિકોને સહયોગ આપવાનો છે.


SM/BS/JD
(रिलीज़ आईडी: 2293431)
आगंतुक पटल : 13