પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 48 કિગ્રા જુડોમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અસ્મિતા ડેને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
31 JUL 2026 11:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 48 કિગ્રા જુડો ફાઇનલમાં સુવર્ણચંદ્રક જીતવા બદલ અસ્મિતા ડેને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અસ્મિતા ડેનું પ્રદર્શન હંમેશા યાદ રાખવામાં આવશે અને જુડોને વધુ લોકપ્રિય બનાવવામાં યોગદાન આપશે.
શ્રી મોદીએ તેમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“ખરેખર એક સુવર્ણ પ્રદર્શન! જુડો મહિલાઓની 48KG ફાઇનલમાં ગોલ્ડ જીતવા બદલ અસ્મિતા ડે પર ગર્વ છે! આ પ્રદર્શન હંમેશા યાદ રાખવામાં આવશે અને જુડોને વધુ લોકપ્રિય બનવામાં યોગદાન આપશે. તેમના આગળના પ્રયાસો માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ.
#CWG2026”
IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2292842)
आगंतुक पटल : 8