પોસ્ટેડ ઓન:
28 JUL 2026 2:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 79 કિગ્રા વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ વલ્લુરી અજય બાબુને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે વલ્લુરી અજય બાબુએ સ્નેચ ઇવેન્ટમાં કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ બનાવીને રેકોર્ડ બુકમાં પણ પોતાનું નામ અંકિત કર્યું છે.
શ્રી મોદીએ તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“વેઇટલિફ્ટિંગમાં ભારત માટે વધુ એક ગૌરવ!
આનંદ છે કે વલ્લુરી અજય બાબુએ ગ્લાસગો ગેમ્સમાં પુરુષોની 79 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ દેશ માટે જીત્યો છે. તેમણે સ્નેચ ઇવેન્ટમાં CWG રેકોર્ડ બનાવીને રેકોર્ડ બુકમાં પણ પોતાનું નામ અંકિત કર્યું છે. તેમને હાર્દિક અભિનંદન અને આગળના પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.
#CWG2026”
IJ/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com