માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો


શ્રી જોશીએ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

प्रविष्टि तिथि: 26 JUL 2026 2:00PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ આજે કર્તવ્ય ભવન ખાતે સત્તાવાર રીતે શિક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. મંત્રીશ્રી કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ, તેમજ નવી અને નવીનકરણીય ઊર્જા મંત્રાલયોનો હવાલો પણ ધરાવે છે.

શ્રી જોશીએ મંત્રાલયની એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં તેમણે વિવિધ યોજનાઓ અને અન્ય પહેલોના અમલીકરણની સમીક્ષા કરી હતી. શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયંત ચૌધરીએ પણ આ સમીક્ષા બેઠકમાં હાજરી આપી હતી.

ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ ડૉ. વિનીત જોશી અને શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ શ્રી ટી. કે. અનિલ કુમાર મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2289611) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam