સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ડીઆરડીઓ દ્વારા 'કુશ' લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનો સફળતાપૂર્વક પ્રથમ ફ્લાઇટ-ટેસ્ટ

प्रविष्टि तिथि: 23 JUL 2026 7:37PM by PIB Ahmedabad

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા 23 જુલાઈ, 2026ના રોજ ઓડિશાના દરિયાકાંઠે આવેલા એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી 'કુશ' લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું સફળતાપૂર્વક પ્રથમ ફ્લાઇટ-ટેસ્ટ યોજવામાં આવ્યું હતું. આ પ્રથમ પરીક્ષણ હાઇ-સ્પીડ અને વધુ ઊંચાઇ ધરાવતા હવાઈ ખતરાનું સિમ્યુલેશન કરતા ઇલેક્ટ્રોનિક ટાર્ગેટ સામે કરવામાં આવ્યું હતું, જેને મિસાઇલ સિસ્ટમ દ્વારા સફળતાપૂર્વક નષ્ટ (ઇન્ટરસેપ્ટ) કરવામાં આવ્યું હતું.

'કુશ' મિસાઇલ સિસ્ટમ વિશાળ શ્રેણી અને ઊંચાઈના પરિપ્રેક્ષ્યમાં ફાઇટર જેટ્સ, મિસાઇલ્સ,માનવરહિત હવાઈ વાહનો (UAVs) અને વિશાળ દુશ્મન વિમાનો સહિત વિવિધ પ્રકારના હવાઈ ખતરાઓને નિષ્ક્રિય કરવામાં સક્ષમ છે. મિસાઇલો, રડાર, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સહિતના તમામ શસ્ત્ર પ્રણાલીના ઘટકો ડીઆરડીઓની વિવિધ પ્રયોગશાળાઓ અને ઉદ્યોગ ભાગીદારો દ્વારા વિકસાવવામાં આવ્યા છે.

રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે 'કુશ' નું સફળ ફ્લાઇટ-પરીક્ષણ ભારતીય સંરક્ષણ R&D માં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે માત્ર થોડાક જ દેશો પાસે ઉપલબ્ધ લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ વિકસાવવાની ક્ષમતા પર પ્રકાશ પાડે છે. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી આવી સિસ્ટમો માટે આયાત પરની નિર્ભરતા પણ દૂર થશે અને તે દેશની એર ડિફેન્સ ક્ષમતામાં એક મોટો કુદકો દર્શાવે છે.

સંરક્ષણ સચિવ તેમજ સંરક્ષણ R&D વિભાગના સચિવ અને ડીઆરડીઓના અધ્યક્ષ શ્રી રાજેશ કુમાર સિંહે લોંચ દરમિયાનની તમામ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું અને સફળ ફ્લાઇટ-ટેસ્ટમાં સામેલ તમામ ટીમ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2288591) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , हिन्दी , Marathi , Tamil