લોકસભા સચિવાલય
લોકસભા અધ્યક્ષે લોકમાન્ય બાળ ગંગાધર તિલકને પુષ્પાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
23 JUL 2026 6:55PM by PIB Ahmedabad
લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે લોકમાન્ય બાળ ગંગાધર તિલકની જન્મજયંતી નિમિત્તે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સંસદસભ્યો; પૂર્વ સભ્યો અને અન્ય મહાનુભાવોએ પણ આ પ્રસંગે લોકમાન્ય બાળ ગંગાધર તિલકને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહે પણ લોકમાન્ય બાળ ગંગાધર તિલકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
'લોકમાન્ય' તરીકે વ્યાપકપણે જાણીતા શ્રી બાળ ગંગાધર તિલક એક મહાન રાષ્ટ્રવાદી, દૂરદર્શી નેતા, સમાજ સુધારક અને વિદ્વાન હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જનતામાં રાજકીય ચેતના જગાડવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી અને સ્વરાજ્યના ચુસ્ત સમર્થક હતા. તેમનું પ્રેરણાદાયી સૂત્ર — "સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ જંપીશ!"—એ ભારતીયોની પેઢીઓને સંસ્થાનવાદી શાસન સામે અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કરી હતી.
રાષ્ટ્રમાં તેમના અસાધારણ યોગદાનના સન્માનરૂપે 28 જુલાઈ 1956ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા સંવિધાન સદન (તત્કાલીન સંસદ ભવન)ના સેન્ટ્રલ હોલમાં લોકમાન્ય તિલકના તૈલચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2288540)
आगंतुक पटल : 9