યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી માટે MY Bharat દ્વારા ‘નેશનલ ફ્લેગ ઓફ ઇન્ડિયા ક્વિઝ 2026’ શરૂ કરાઈ


ક્વિઝ 15 ઓગસ્ટ સુધી ખુલ્લી રહેશે; ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા યુવાનોને ભારતના સરહદી વિસ્તારોની મુલાકાત લેવાની તક મળશે

प्रविष्टि तिथि: 21 JUL 2026 5:56PM by PIB Ahmedabad

'હર ઘર તિરંગા' અભિયાનની દેશવ્યાપી ઉજવણી અને ભારતના 79મા સ્વતંત્રતા દિવસના ભાગરૂપે, યુવા બાબતોના વિભાગે 'માય ભારત' (MY Bharat) દ્વારા માય ભારત પોર્ટલ પર ‘નેશનલ ફ્લેગ ઓફ ઇન્ડિયા ક્વિઝ 2026’ શરૂ કરી છે. આ ક્વિઝ 15 ઓગસ્ટ 2026 સુધી ખુલ્લી રહેશે, જે દેશભરના યુવા નાગરિકોને રાષ્ટ્રધ્વજ અને તેના સ્થાયી મહત્વ વિશેની તેમની સમજને વધુ ગૂઢ બનાવવાની રસપ્રદ તક પૂરી પાડશે.

આ પહેલ ગયા વર્ષે યોજાયેલી 'નેશનલ ફ્લેગ ક્વિઝ'ને મળેલા જબરદસ્ત પ્રતિસાદ પર આધારિત છે. આ આવૃત્તિ દ્વારા, માય ભારતનો દેશભક્તિ, બંધારણીય મૂલ્યો અને માય ભારત પ્લેટફોર્મ સાથે વધુ જોડાણને પ્રોત્સાહિત કરવાની સાથે યુવાનોમાં ભારતના રાષ્ટ્રધ્વજના ઇતિહાસ, ઉત્ક્રાંતિ, મહત્વ અને ગૌરવ વિશે જાગૃતિ ફેલાવવાનો ધ્યેય છે.

આ ક્વિઝ માય ભારત પોર્ટલના તમામ નોંધાયેલા વપરાશકર્તાઓ માટે ખુલ્લી છે. તેમાં 10 મિનિટમાં પૂર્ણ કરવાના 20 બહુવિકલ્પ પ્રશ્નો (મલ્ટિપલ ચોઇસ ક્વાશ્ચન્સ) શામેલ છે અને ભાષિની (Bhashini) દ્વારા પોર્ટલ પર સપોર્ટેડ તમામ ભાષાઓમાં ઉપલબ્ધ છે. દરેક નોંધાયેલ વપરાશકર્તા એકવાર ક્વિઝનો પ્રયાસ કરી શકે છે. દરેક સાચા જવાબ માટે એક ગુણ છે, જેમાં કોઈ નકારાત્મક માર્કિંગ (નેગેટિવ માર્કિંગ) નથી.

સહભાગીઓ રાષ્ટ્રધ્વજના વિકાસ અને ઇતિહાસ, તેના વિકાસ સાથે જોડાયેલા પ્રખ્યાત વ્યક્તિત્વોના યોગદાન, ત્રિરંગા સંબંધિત બંધારણીય જોગવાઈઓ, ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002, પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 અને ભારતના રાષ્ટ્રીય પ્રતીકો સાથે સંબંધિત અન્ય મહત્વપૂર્ણ તથ્યો આવરી લેતા પ્રશ્નોના જવાબો આપશે.

જ્યારે તમામ નોંધાયેલા વપરાશકર્તાઓ ભાગ લેવા અને ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ કરવા પર ઈ-પ્રમાણપત્ર મેળવવા માટે પાત્ર છે, ત્યારે 21-29 વર્ષની વય જૂથના નોંધાયેલા વપરાશકર્તાઓ નિર્ધારિત શરતોની પરિપૂર્ણતાને આધિન વિજેતા તરીકે પસંદગી માટે પાત્ર બનશે. વિજેતાઓને સૌથી વધુ સ્કોર કરનારા પાત્ર સહભાગીઓમાંથી કમ્પ્યુટર આધારિત રેન્ડમાઇઝેશન પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવશે અને તેમને ભારતના સરહદી વિસ્તારો અથવા અન્ય યોગ્ય સ્થાનોની મુલાકાત લેવાની તક આપવામાં આવી શકે છે.

'નેશનલ ફ્લેગ ઓફ ઇન્ડિયા ક્વિઝ' એ ડિજિટલ શિક્ષણને રાષ્ટ્ર-નિર્માણની પહેલો સાથે જોડીને યુવાનોમાં માહિતગાર અને સક્રિય નાગરિકત્વને પ્રેરણા આપવાના માય ભારતના સતત પ્રયાસોનો એક ભાગ છે. વિભાગે દેશભરના યુવાનોને મોટી સંખ્યામાં ભાગ લેવા અને આ અનોખી જ્ઞાન આધારિત પહેલ દ્વારા ત્રિરંગાની ભાવના ઉજવવાની અપીલ કરી છે.

આ ક્વિઝને માય ભારત પોર્ટલ (https://mybharat.gov.in/quiz/quiz_dashboard/UndZOTQ1S3FyU1BYSmVGZmkyaGRpZz09 ) પર એક્સેસ કરી શકાય છે અને તે 15 ઓગસ્ટ 2026 સુધી ચાલુ રહેશે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2287338) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Malayalam