રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં 'સૌશ્રુતમ 2026' નું ઉદ્ઘાટન કર્યું


આચાર્ય સુશ્રુત દ્વારા બતાવેલા માર્ગ પર ચાલો અને તબીબી નૈતિકતા તેમજ દર્દીઓ પ્રત્યે કરુણાપૂર્ણ સેવા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતામાં અડગ રહો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની યુવા વિદ્યાર્થીઓ અને સંશોધકોને અપીલ

प्रविष्टि तिथि: 15 JUL 2026 2:25PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (15 જુલાઈ 2026) સુશ્રુત જયંતિ નિમિત્તે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA), નવી દિલ્હી ખાતે 'સૌશ્રુતમ 2026' નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ પ્રસંગે AIIAના MRI વિભાગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

જનસભાને સંબોધતા, રાષ્ટ્રપતિએ સર્જરીના પિતા તરીકે વ્યાપકપણે ઓળખાતા આચાર્ય સુશ્રુતની જન્મજયંતીના પાવન અવસરે આયુર્વેદ સાથે જોડાયેલા દરેકને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યારે સદીઓ પહેલા આચાર્ય સુશ્રુતે સર્જરીની પ્રેક્ટિસની શરૂઆત કરી હતી, ત્યારે તે તેમના સમય માટે એક ક્રાંતિથી ઓછું ન હતું.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આચાર્ય સુશ્રુત અસંખ્ય જટિલ અને નવીન સર્જિકલ પ્રક્રિયાઓના પ્રણેતા તરીકે પ્રખ્યાત છે. તેમના સમયમાં, તેમણે પ્લાસ્ટિક સર્જરી, મોતિયાની સર્જરી, ગાંઠોની સારવાર અને ઇએનટી સર્જરી જેવા વિવિધ ક્ષેત્રોમાં નવી તકનીકો રજૂ કરી હતી. તેમના દ્વારા લખાયેલ સુશ્રુત સંહિતાએ માત્ર ભારતીય ઉપખંડને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને એક નવી દિશા પ્રદાન કરી છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આપણી પરંપરાઓમાં રહેલા માનવ કલ્યાણ માટે અનુકૂળ જ્ઞાનને બદલાતા સમય સાથે સુમેળ સાધીને આગળ ધપાવવું સમાજ માટે ફાયદાકારક રહેશે. આયુર્વેદનું જીવન પ્રત્યેનું સર્વગ્રાહી વિઝન માનવતા માટે વરદાન છે. આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ પ્રાચીન જ્ઞાન વર્તમાન સમયમાં સુસંગત અને અસરકારક રહે. તેમણે જણાવ્યું હતું કે ભારત સરકારે વૈશ્વિક મંચ પર આયુર્વેદ અને યોગને નવી ઊર્જા સાથે સ્થાપિત કર્યા છે. તેમને એ જાણીને આનંદ થયો કે સરકાર સર્જરીની પ્રાચીન પરંપરાને તમામ વૈજ્ઞાનિક માપદંડો પર માન્ય ઠેરવવા માટે પ્રયાસો કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રમાણિત દસ્તાવેજીકરણ, ડિજિટલ આરોગ્ય સંકલન અને આધુનિક વૈજ્ઞાનિક સંશોધન તકનીકોનો અસરકારક ઉપયોગ આ પ્રણાલીની વ્યાપક વૈશ્વિક સ્વીકૃતિને વધુ મજબૂત બનાવશે.

 

રાષ્ટ્રપતિએ તેમની વ્યાવસાયિક સફરની શરૂઆત કરી રહેલા યુવા વિદ્યાર્થીઓ અને સંશોધકોને જણાવ્યું હતું કે આયુર્વેદનું ભવિષ્ય તેમના હાથમાં છે. તેમણે તેઓને જિજ્ઞાસા, અખંડિતતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ દ્વારા માર્ગદર્શિત થઈને, તેમના ક્ષેત્રમાં વ્યવહારુ સંશોધન અને ઉચ્ચ ગુણવત્તાના પુરાવાઓ તૈયાર કરવાના માર્ગ પર આગળ વધવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે જ્યાં પણ યોગ્ય હોય ત્યાં તેઓએ નવી તકનીકોનો ઉપયોગ કરવામાં અચકાવું જોઈએ નહીં. તેમણે તેઓને આચાર્ય સુશ્રુત દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવા અને તબીબી નૈતિકતા તેમજ દર્દીઓ પ્રત્યે કરુણાપૂર્ણ સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતામાં અડગ રહેવા અનુરોધ કર્યો હતો.

રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 'સૌશ્રુતમ 2026' માં થનારી ચર્ચાઓ નવા જ્ઞાનનું સર્જન કરશે અને આયુર્વેદિક સર્જરીના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ મજબૂત કરશે. તેમણે કહ્યું કે આવા સાર્થક કાર્યક્રમો હેલ્થકેરની સર્વગ્રાહી પ્રણાલીમાં આયુર્વેદના યોગદાનને વધારવામાં મદદ કરશે.

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભારત અને અન્ય દેશોના પ્રતિષ્ઠિત સર્જનો, શિક્ષણવિદો અને સંશોધકો એકસાથે આવશે.

રાષ્ટ્રપતિના સંબોધન માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-

IJ/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2284768) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Telugu , English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Malayalam