સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાએ આયુષ્માન ભારત ડિજિટલ મિશનની ત્રીજી મિશન સ્ટીયરીંગ ગ્રુપની બેઠકની અધ્યક્ષતા કરી


આયુષ્માન ભારત ડિજિટલ મિશનની પ્રગતિની સમીક્ષા કરી; નાગરિક-કેન્દ્રીય, ઇન્ટરઓપરેબલ (પરસ્પર સંચાલિત) અને ટેકનોલોજી-સંચાલિત આરોગ્ય સંભાળ દ્વારા ભારતની ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમને મજબૂત કરવા પર ભાર મૂક્યો

ABDM 93.95 કરોડથી વધુ આભા નંબરોની રચના, 105 કરોડ હેલ્થ રેકોર્ડ્સ લિંક કરવા, 5.33 લાખ આરોગ્ય સુવિધાઓ અને 9.85 લાખ હેલ્થકેર પ્રોફેશનલ્સ રાષ્ટ્રીય ડિજિટલ હેલ્થ રજિસ્ટ્રી પર નોંધણી સાથે વિશ્વની સૌથી મોટી ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમમાંની એક તરીકે ઉભરી આવી છે

આ મિશને 2.72 લાખ આરોગ્ય સંભાળ સુવિધાઓને ABDM-સક્ષમ સોફ્ટવેર અપનાવવા સક્ષમ બનાવી છે અને ઝડપી OPD નોંધણી માટે આશરે 24 કરોડ સ્કેન એન્ડ રજિસ્ટર ટોકન્સ જનરેટ કર્યા છે

ABDM હેઠળ એક મજબૂત ડિજિટલ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે, ત્યારે આગામી તબક્કામાં સમગ્ર દેશમાં તેનો મહત્તમ સ્વીકાર અને ઉપયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે: શ્રી નડ્ડા

“વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે આરોગ્ય ક્ષેત્રને મજબૂત કરવું એ એક અભિન્ન અંગ છે, અને ABDM તે યાત્રામાં એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે સેવા આપશે”

प्रविष्टि तिथि: 10 JUL 2026 2:42PM by PIB Ahmedabad

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને મિશન સ્ટીયરીંગ ગ્રુપ (MSG) ના અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે અહીં આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) ની પ્રગતિની સમીક્ષા કરવા અને ભારતની ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવાના રોડમેપ પર ચર્ચા-વિચારણા કરવા માટે મિશન સ્ટીયરીંગ ગ્રુપની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

આ બેઠકમાં ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા; મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી રાજેન્દ્ર શુક્લા; આયુષ મંત્રાલય (સ્વતંત્ર પ્રભાર) અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ; સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ; વાણિજ્ય અને ઉદ્યોગ તથા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી શ્રી જીતિન પ્રસાદ; નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. એમ. શ્રીનિવાસ; ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. અજય કુમાર સૂદ; ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી શ્રી મુકેશ મહાલિંગ; કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ શ્રીમતી પુણ્ય સલીલા શ્રીવાસ્તવ; આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા અને નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓ, ડૉ. સુનિલ કુમાર બરનવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય, નેશનલ હેલ્થ ઓથોરિટી, નીતિ આયોગ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય, આયુષ મંત્રાલય અને મિશન સ્ટીયરીંગ ગ્રુપના અન્ય સભ્ય સંગઠનોના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

ઉપસ્થિત મેદનીને સંબોધતા શ્રી નડ્ડાએ ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સુધી પહોંચ સુધારવા, સંભાળની નિરંતરતા વધારવા અને નાગરિકોને તેમના સ્વાસ્થ્ય રેકોર્ડ્સની સુરક્ષિત અને સંમતિ-આધારિત ઍક્સેસ દ્વારા સશક્ત કરવામાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પરિવર્તનકારી ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટેકનોલોજીએ દરેક નાગરિક માટે સમાવેશીતા, સુલભતા અને ઉપયોગની સરળતા સુનિશ્ચિત કરવાની સાથે સાર્વત્રિક આરોગ્ય કવરેજ પ્રાપ્ત કરવા માટે એક શક્તિશાળી સક્ષમકર્તા તરીકે કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ.

બેઠક દરમિયાન, મિશન સ્ટીયરીંગ ગ્રુપે તેની અગાઉની બેઠક પછી ABDM હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને દેશના ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમના નોંધપાત્ર વિસ્તરણની નોંધ લીધી હતી. આ મિશને આરોગ્ય સંભાળ સુવિધાઓ, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને નાગરિકોમાં ડિજિટલ આરોગ્ય સેવાઓ અપનાવવામાં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે, જે એક સંકલિત, ઇન્ટરઓપરેબલ અને નાગરિક-કેન્દ્રીય ડિજિટલ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાના વિઝનને વધુ આગળ વધારે છે.

ક્ષમતા નિર્માણની પહેલો, રાજ્ય-સ્તરની અમલીકરણ પદ્ધતિઓને મજબૂત કરવા, સરકારી કાર્યક્રમોમાં ડિજિટલ હેલ્થ પ્લેટફોર્મ્સનું સંકલન, ખાનગી આરોગ્ય સંભાળ પ્રદાતાઓની વ્યાપક ભાગીદારી અને ડિજિટલ સ્વાસ્થ્ય ક્ષેત્રે જ્ઞાનના આદાનપ્રદાન માટે આંતરરાષ્ટ્રીય સહયોગ સહિત તેની અગાઉની બેઠક દરમિયાન લેવામાં આવેલા વિવિધ નિર્ણયો પર થયેલી તમામ પ્રગતિની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી.

મિશન સ્ટીયરીંગ ગ્રુપે નોંધ્યું હતું કે ABDM 93.95 કરોડથી વધુ આભા નંબરોની રચના, 105 કરોડ હેલ્થ રેકોર્ડ્સ લિંક કરવા, 5.33 લાખ આરોગ્ય સુવિધાઓ અને 9.85 લાખ હેલ્થકેર પ્રોફેશનલ્સ રાષ્ટ્રીય ડિજિટલ હેલ્થ રજિસ્ટ્રી પર નોંધણી સાથે વિશ્વની સૌથી મોટી ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમમાંની એક તરીકે ઉભરી આવી છે. આ મિશને 2.72 લાખ આરોગ્ય સંભાળ સુવિધાઓને ABDM-સક્ષમ સોફ્ટવેર અપનાવવા માટે સક્ષમ બનાવી છે, ઝડપી OPD નોંધણી માટે આશરે 24 કરોડ સ્કેન એન્ડ રજિસ્ટર ટોકન્સ જનરેટ કર્યા છે અને સંભાળની નિરંતરતા દરમિયાન આરોગ્ય માહિતીના સીમલેસ (અવિરત), સંમતિ-આધારિત આદાનપ્રદાનની સુવિધા આપી છે.

મિશન સ્ટીયરીંગ ગ્રુપે મોડલ ડિસ્ટ્રિક્ટ્સ, મોડલ ફેસિલિટીઝ અને આરોગ્ય સેતુ 2.0 જેવી પહેલો દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ABDM ના ઝડપી વિસ્તરણની પ્રશંસા કરી હતી, જ્યારે આયુષ્માન ભારત PM-JAY, CGHS, ESIC અને નિક્ષય સહિત સરકારના ફ્લેગશિપ આરોગ્ય કાર્યક્રમો સાથે સંકલનને મજબૂત બનાવ્યું છે. સભ્યોએ અવલોકન કર્યું કે આ પહેલો સુરક્ષિત ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સ, ઝડપી સેવા વિતરણ અને સમગ્ર દેશમાં આરોગ્ય સંભાળ સેવાઓ સુધી સીમલેસ પહોંચ સક્ષમ કરીને આરોગ્ય સંભાળને વધુ સુલભ, ઇન્ટરઓપરેબલ અને નાગરિક-કેન્દ્રીય બનાવી રહી છે.

સભ્યોએ દેશભરમાં ABDM ના સ્વીકારને વેગ આપવાના ઉપાયો પર ચર્ચા કરી હતી અને ડિજિટલ આરોગ્ય સેવાઓનો વધુ વિસ્તાર કરવા, ઇન્ટરઓપરેબિલિટીમાં સુધારો કરવા, રાષ્ટ્રીય સ્તરે અધિસૂચિત ડિજિટલ હેલ્થ સ્ટાન્ડર્ડ્સ અપનાવવા પ્રોત્સાહન આપવા, શાસન પદ્ધતિઓને મજબૂત કરવા અને આરોગ્ય સેવાઓ સુધી સીમલેસ ડિજિટલ પહોંચ દ્વારા નાગરિકોની સુવિધા વધારવાના હેતુથી પ્રસ્તાવો પર ચર્ચા કરી હતી.

આ બેઠકમાં ડિજિટલ હેલ્થ અપનાવવાના વ્યાપને વધારવા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની ઉભરતી ટેકનોલોજીનો લાભ ઉઠાવવા, સંસ્થાકીય ક્ષમતાઓને મજબૂત કરવા અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સહયોગને વધુ ગાઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને મિશનના ભાવિ રોડમેપ પર પણ વિચારણા કરવામાં આવી હતી.

બેઠકનું સમાપન કરતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે “ABDM હેઠળ એક મજબૂત ડિજિટલ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે, ત્યારે આગામી તબક્કામાં સમગ્ર દેશમાં તેનો મહત્તમ સ્વીકાર અને ઉપયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે આરોગ્ય ક્ષેત્રને મજબૂત કરવું એ એક અભિન્ન અંગ છે, અને ABDM તે યાત્રામાં એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે સેવા આપશે.

શ્રી નડ્ડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્ર, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને તમામ હિતધારકો વચ્ચેના સતત સહયોગ દ્વારા ભારત એક સ્થિતિસ્થાપક, સમાવેશી અને ભવિષ્ય માટે તૈયાર ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે જે ખરા અર્થમાં વિકસિત ભારત @ 2047 ના વિઝનને પ્રતિબિંબિત કરશે. તેમણે તમામ હિતધારકોને દરેક ભારતીય માટે સીમલેસ, સુરક્ષિત અને નાગરિક-કેન્દ્રીય ડિજિટલ આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટે સામૂહિક રીતે કામ કરવા હાકલ કરી હતી.

મિશન સ્ટીયરીંગ ગ્રુપે આયુષ્માન ભારત ડિજિટલ મિશનના ઉદ્દેશ્યોને આગળ વધારવા અને તમામ નાગરિકો માટે સીમલેસ, સુરક્ષિત અને ઇન્ટરઓપરેબલ ડિજિટલ હેલ્થ સેવાઓ સક્ષમ કરવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2283286) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil , Kannada