માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

સરકારે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2026 માટે અરજીઓ આમંત્રિત કરી

प्रविष्टि तिथि: 25 JUN 2026 1:30PM by PIB Ahmedabad

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2026 માટે ઓનલાઇન અરજીઓ અને નામાંકન આમંત્રિત કર્યા છે.

આ પુરસ્કારનો ઉદ્દેશ્ય શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે શિક્ષકોના ઉત્કૃષ્ટ પ્રદાનને માન્યતા આપવાનો છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રો, સ્થાનિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી શાળાઓમાં અને માન્યતા પ્રાપ્ત બોર્ડ સાથે સંલગ્ન સહાયક અને ખાનગી શાળાઓમાં સેવા આપતા પાત્ર શિક્ષકો, આ માર્ગદર્શિકામાં સમાવિષ્ટ જોગવાઈઓને આધીન, અરજી કરી શકે છે.

અરજીઓ અને નામાંકન રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (National Awards Portal) દ્વારા 15 જૂન, 2026 થી 10 જુલાઈ, 2026 સુધી સબમિટ કરી શકાશે. વિગતવાર માર્ગદર્શિકા, પાત્રતાના માપદંડો, મૂલ્યાંકન પ્રક્રિયા અને સમયરેખા પોર્ટલ પર ઉપલબ્ધ છે.

શાળા શિક્ષણના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા, નવીનતા અને પ્રતિબદ્ધતા દર્શાવનારા શિક્ષકોને સન્માનિત કરવા માટે દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.

વધુ વિગતો માટે, અરજદારો મુલાકાત લઈ શકે છે :

https://nationalawardstoteachers.education.gov.in/Login.aspx.

ક્રમાંક

પ્રવૃત્તિ

સમયરેખા

1.

શિક્ષકો દ્વારા ઓનલાઈન સ્વ-નામાંકન આમંત્રિત કરવા માટે વેબ પોર્ટલ ખોલવું

15 જૂન – 10 જુલાઈ 2026

2.

શિક્ષકો દ્વારા સ્વ-નામાંકનનું અંતિમ સબમિશન

11 – 13 જુલાઈ 2026

3.

સ્વતંત્ર રાષ્ટ્રીય જ્યુરીની રચના

મધ્ય જુલાઈ 2026

4.

જિલ્લા/પ્રાદેશિક પસંદગી સમિતિઓ દ્વારા શોર્ટલિસ્ટિંગ

14 – 21 જુલાઈ 2026

5.

રાજ્ય/સંસ્થા પસંદગી સમિતિઓ દ્વારા શોર્ટલિસ્ટિંગ

22 – 29 જુલાઈ 2026

6.

જ્યુરી સાથે વાર્તાલાપ માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને જાણ કરવી

30 – 31 જુલાઈ 2026

7.

સ્વતંત્ર રાષ્ટ્રીય જ્યુરી દ્વારા પસંદગી પ્રક્રિયા

3 – 7 ઓગસ્ટ 2026

8.

જ્યુરી દ્વારા ભલામણોને અંતિમ રૂપ આપવું

8 ઓગસ્ટ 26

9.

માનનીય શિક્ષણ મંત્રીની મંજૂરી પછી પસંદ કરાયેલા પુરસ્કાર વિજેતાઓને જાણ કરવી

10 – 20 ઓગસ્ટ 2026

10.

રિહર્સલ અને પુરસ્કાર સમારોહ

4 & 5 સપ્ટેમ્બર 2026

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2277738) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , Kannada , Malayalam , English , Urdu , हिन्दी , Tamil