રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ જબલપુર, મધ્ય પ્રદેશ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સામૂહિક યોગ પ્રદર્શનમાં ભાગ લીધો


યોગ એ વ્યક્તિને પોતાના આત્મા સાથે, સમાજને પ્રકૃતિ સાથે અને માનવતાને વિશાળ વૈશ્વિક ચેતના સાથે જોડવાનું એક શક્તિશાળી માધ્યમ છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

प्रविष्टि तिथि: 21 JUN 2026 12:56PM by PIB Ahmedabad

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (21 જૂન, 2026) જબલપુર, મધ્ય પ્રદેશ ખાતે એક સામૂહિક યોગ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર વિશ્વભરના યોગ સાધકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આજે આપણે ભારતની એ મહાન પરંપરાની ઉજવણી કરી રહ્યા છીએ, જેણે માનવતાને સ્વસ્થ, સંતુલિત અને સાર્થક જીવનનો માર્ગ બતાવ્યો છે. યોગ એ વૈશ્વિક સમુદાયને આપણી સાંસ્કૃતિક વિરાસતની એક અમૂલ્ય ભેટ છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે યોગ એ વ્યક્તિને પોતાના આત્મા સાથે, સમાજને પ્રકૃતિ સાથે અને માનવતાને વિશાળ વૈશ્વિક ચેતના સાથે જોડવાનું એક શક્તિશાળી માધ્યમ છે. એવા સમયે જ્યારે વિશ્વ અસંખ્ય પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે યોગ માનવતાને શાંતિ, સંતુલન, સંવાદિતા અને સામૂહિક કલ્યાણ તરફ માર્ગદર્શન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ભારતની પહેલના કારણે 2014માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. એ જાહેરાતે વૈશ્વિક કલ્યાણ માટેના એક શક્તિશાળી માધ્યમ તરીકે યોગની માન્યતાને વધુ મજબૂત બનાવી છે. આજે, ઘણા દેશોમાં લાખો લોકો યોગને તેમના રોજિંદા જીવનનો એક ભાગ બનાવી રહ્યા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ની થીમ, 'યોગા ફોર હેલ્ધી એજિંગ' (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ), સમાજના વરિષ્ઠ સભ્યો માટે સ્વસ્થ, સક્રિય, આત્મનિર્ભર અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવામાં યોગની ભૂમિકા પર પ્રકાશ પાડે છે. આજે આપણે જે જીવનશૈલી અપનાવીએ છીએ તે આપણા ભવિષ્યના સ્વાસ્થ્ય અને કલ્યાણનો પાયો બનાવે છે. યોગ વ્યક્તિઓને ઉંમર વધવાની સાથે પણ સક્રિય અને આત્મનિર્ભર રહેવામાં મદદ કરે છે. તેની સાથે જ, તે માનસિક શાંતિ અને ભાવનાત્મક સંતુલનને પ્રોત્સાહન આપે છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારત સરકાર યોગ શિક્ષણ, સંશોધન, તાલીમ અને જનજાગૃતિ દ્વારા યોગને જન-જન સુધી પહોંચાડવા માટે સતત કામ કરી રહી છે. તેમને એ જાણીને આનંદ થયો કે અસંખ્ય સંસ્થાઓ વિશ્વભરના લોકોને યોગ પ્રથાઓ અપનાવવા માટે પ્રેરિત કરી રહી છે. તેમણે કહ્યું કે યોગ સંબંધિત સંસ્થાઓના સમર્પિત પ્રયાસોથી પ્રેરિત થઈને, યોગ દરેક વ્યક્તિ સુધી પહોંચશે અને સમગ્ર માનવતાના કલ્યાણ માટેનો એક આધારસ્તંભ બનશે. તેમણે લોકોને યોગને તેમના રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બનાવવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આમ કરવાથી, તેઓ સ્વસ્થ વ્યક્તિઓ, સ્વસ્થ પરિવારો, સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર અને સ્વસ્થ વિશ્વના નિર્માણના ઉમદા લક્ષ્યમાં યોગદાન આપશે.

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2276059) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Malayalam