MIFF banner

ક્લાસિક ‘એલિસ ઇન વન્ડરલેન્ડ’ નું MIFF 2026માં સ્ક્રીનિંગ: સપનાની દુનિયામાં એક જાદુઈ સફર

19મા મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) 2026ના વિવિધ કાર્યક્રમોમાં નોસ્ટેલ્જિયા, કલ્પનાશક્તિ અને અદ્ભુતતાનો અનોખો સ્પર્શ ઉમેરાયો, જ્યારે દંતકથાસમાન એનિમેટેડ ક્લાસિક ફિલ્મએલિસ ઇન વન્ડરલેન્ડનું વિશેષ પ્રદર્શન યોજાયું. પ્રદર્શન દ્વારા ફેસ્ટિવલમાં ઉપસ્થિત દર્શકોને લોકપ્રિય કૃતિને મોટા પડદા પર માણવાની દુર્લભ તક મળી.

વિશ્વવિખ્યાત લેખક લુઇસ કેરોલની પ્રસિદ્ધ નવલકથા એલિસ એડવેન્ચર્સ ઇન વન્ડરલેન્ડ પર આધારિત ફિલ્મનું દિગ્દર્શન વિલ્ફ્રેડ જેક્સન, ક્લાઇડ જેરોનિમી અને હેમિલ્ટન લસ્કે કર્યું હતું. એનિમેશનના ઇતિહાસમાં એક કાયમી ક્લાસિક તરીકે વ્યાપકપણે સ્વીકૃત ફિલ્મ દર્શાવે છે કે કેવી રીતે કાલાતીત સાહિત્યને એક જીવંત અને મનોરંજક સિનેમેટિક અનુભવમાં પરિવર્તિત કરી શકાય છે.

એક ઉજ્જવળ અને સંગીતમય સ્વપ્નસૃષ્ટિ

લુઈસ કેરોલની મૂળ કૃતિ તેની ચતુર શબ્દ રમત (વર્ડપ્લે), અતરંગી પાત્રો અને દાર્શનિક અર્થો માટે જાણીતી છે, જ્યારે એનિમેટેડ રૂપાંતરણ વન્ડરલેન્ડને રંગીન વિઝ્યુઅલ્સ, જીવંત વાર્તા પ્રવાહ અને યાદગાર સંગીત દ્વારા જીવંત બનાવે છે.

ફિલ્મ જિજ્ઞાસુ બાળકી એલિસની કથા રજૂ કરે છે, જે એક અદ્ભુત અને કલ્પનાથી ભરપૂર દુનિયામાં અસાધારણ સાહસિક પ્રવાસ પર નીકળે છે. અનોખી દુનિયામાં બોલતા ફૂલો, શરારતી ચેશાયર કેટ, હંમેશાં મોડો પડતો વ્હાઇટ રેબિટ અને કડક સ્વભાવની ક્વીન ઑફ હાર્ટ્સ જેવા રસપ્રદ પાત્રો વસે છે. સફર દરમિયાન એલિસ અનેક યાદગાર પાત્રોને મળે છે અને એવા અનુભવોમાંથી પસાર થાય છે, જે વાસ્તવિકતા અને કલ્પનાની વચ્ચેની સીમાઓને ધૂંધળી બનાવી દે છે.

ફિલ્મની સૌથી પ્રશંસનીય વિશેષતાઓમાંની એક તેનું મંત્રમુગ્ધ કરતું સંગીત (મ્યુઝિકલ સ્કોર) છે. ‘ અનબર્થડે સોંગ’ (The Unbirthday Song) અનેગોલ્ડન આફ્ટરનૂન’ (Golden Afternoon) જેવા લોકપ્રિય ગીતો વાર્તાના પ્રવાહમાં એકરૂપ થઈને વન્ડરલેન્ડના રમતિયાળ મિઝાજને કેદ કરે છે અને તેની અદ્ભુત વિચિત્રતાને યાદગાર સંગીતમય ક્ષણોમાં ફેરવી દે છે.

સાત દાયકાથી વધુના જાદુની ઉજવણી

તેની મૂળ રિલીઝના સિત્તેર વર્ષથી વધુ સમય પછી પણ, ‘એલિસ ઇન વન્ડરલેન્ડવિશ્વભરના દર્શકોને આકર્ષિત કરવાનું ચાલુ રાખે છે. તેનું કાયમી આકર્ષણ કલ્પના શક્તિ, જિજ્ઞાસા અને વિચારની ઉજવણીમાં રહેલું છે કે સપનાઓનો કોઈ અર્થ હોવા માટે તે તર્કને અનુસરે તે જરૂરી નથી.

સાત દાયકાથી વધુ સમયથી જાદુઈ આકર્ષણ જાળવી રાખતી એલિસ ઇન વન્ડરલેન્ડ

મૂળ રિલીઝ થયાને સાત દાયકાથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં, એલિસ ઇન વન્ડરલેન્ડ આજે પણ વિશ્વભરના દર્શકોને મંત્રમુગ્ધ કરે છે. તેની લોકપ્રિયતાનું રહસ્ય કલ્પનાશક્તિ, જિજ્ઞાસા અને વિચારની ઉજવણીમાં રહેલું છે કે સપનાઓને અર્થપૂર્ણ બનવા માટે હંમેશાં તર્કના નિયમોનું પાલન કરવાની જરૂર નથી.

કલ્પનાશીલ એનિમેશન, જીવંત અને રંગબેરંગી પાત્રો તેમજ અતિવાસ્તવિક દૃશ્યાવલીઓથી સમૃદ્ધ ફિલ્મ બાળકો અને વયસ્કો બંનેને સમાન રીતે સ્પર્શે છે. MIFF 2026માં તેનું પ્રદર્શન એનિમેટેડ વાર્તાકથનની ચિરંજીવી શક્તિ અને વાસ્તવિકતાથી પરની દુનિયાઓની શોધમાં રહેલા સર્વવ્યાપી આનંદની યાદ અપાવતું રહ્યું.

ફેસ્ટિવલના અન્ય મુખ્ય આકર્ષણોજેમાં ઓસ્કાર વિજેતા શોર્ટ ફિલ્મોનું સ્ક્રીનિંગ અને પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતાઓ દ્વારા માસ્ટરક્લાસ સામેલ છેત્યારબાદએલિસ ઇન વન્ડરલેન્ડના સમાવેશે એમઆઇએફએફ 2026 ના વૈવિધ્યસભર કાર્યક્રમને વધુ સમૃદ્ધ બનાવ્યો હતો, જે સિનેમાના જાદુ, સર્જનાત્મકતા અને શાશ્વત આકર્ષણની ઉજવણી કરે છે.

SM/BS/JD


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2275793   |   Visitor Counter: 10