પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અલ્સ્ટોમ (Alstom) ના સીઇઓ શ્રી માર્ટિન સિઓન સાથે વાતચીત કરી, ભારતના યુવાનો સાથે વૈશ્વિક સહયોગની તકો પર ભાર મૂક્યો

प्रविष्टि तिथि: 18 JUN 2026 6:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અલ્સ્ટોમ (Alstom) ના સીઇઓ શ્રી માર્ટિન સિઓન સાથે ફળદાયી મુલાકાત અને વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારતમાં અલ્સ્ટોમ કંપની પહેલેથી જ મજબૂત હાજરી ધરાવે છે. શ્રી મોદીએ ભારતની વિકાસગાથામાં કંપનીના વિશ્વાસ અને ‘મેકિંગ ઇન ઇન્ડિયા’ (ભારતમાં નિર્માણ) તથા ‘મેકિંગ ફોર ધ વર્લ્ડ’ તરફના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં આ તકો વધુ બહેતર બનવા જઈ રહી છે.

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત પોતાના યુવાનો સાથે સહયોગ કરવા માટે સમગ્ર વિશ્વને આમંત્રિત કરે છે.

પ્રધાનમંત્રીએ X (ટ્વિટર) પર લખ્યું;

અલ્સ્ટોમના સીઇઓ શ્રી માર્ટિન સિઓન સાથે ફળદાયી વાતચીત થઈ. ભારતમાં અલ્સ્ટોમ પહેલેથી જ મજબૂત હાજરી ધરાવે છે. ભારતની વિકાસગાથામાં તેમનો વિશ્વાસ અને ‘મેકિંગ ઇન ઇન્ડિયા’ તથા ‘મેકિંગ ફોર ધ વર્લ્ડ’ તરફના તેમના પ્રયાસો પ્રશંસનીય છે અને આગામી સમયમાં આ તકો વધુ બહેતર બનવા જઈ રહી છે.

ભારત આપણા યુવાનો સાથે સહયોગ કરવા માટે વિશ્વને આમંત્રિત કરે છે. @Alstom”

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2274929) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Tamil , Telugu , Malayalam