MIFF banner

યુવા ફ્રેન્ચ ફિલ્મ નિર્માતાઓ MIFF 2026માં નવો વૈશ્વિક પરિપ્રેક્ષ્ય લાવ્યા


“MIFF એ યુવા ફિલ્મ નિર્માતાઓ માટે એક મોટી તક છે”: ફ્રેન્ચ નિર્દેશક ફેઝ કરીમપુર

19મા મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) 2026માં ફ્રાન્સની વિખ્યાત રાષ્ટ્રીય ફિલ્મ સ્કૂલ ‘લા ફેમિસ’ની સાત ફિલ્મોના વિશેષ સ્ક્રીનિંગ સાથે વિશ્વભરની ઉભરતી સિનેમેટિક પ્રતિભાઓની ઉજવણી કરવામાં આવી હતી. ઇમર્જિંગ વોઇસીસ: ફિલ્મ સ્કૂલ એડિશન વિભાગ હેઠળ પ્રસ્તુત કરાયેલા આ શોકેસે ઉત્સવના પ્રેક્ષકોને ફ્રેન્ચ ફિલ્મ નિર્માતાઓની આગામી પેઢીના સર્જનાત્મક વિઝનની એક આકર્ષક ઝાંખી પૂરી પાડી હતી.

17 જુલાઈના રોજ પ્રદર્શિત થયેલી ફિલ્મોએ તે વિવિધતા, નવીનતા અને કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવી હતી જેણે ‘લા ફેમિસ’ને વિશ્વની સૌથી આદરણીય ફિલ્મ સંસ્થાઓમાંની એક બનાવી છે. આ પસંદગીમાં ફેઝ કરીમપુર દ્વારા નિર્દેશિત આઠ મિનિટની ટૂંકી ફિક્શન ફિલ્મ ધ અવેકનીંગ સામેલ હતી. આ ફિલ્મ આપણને એક એવા છોકરાની સફર પર લઈ જાય છે જે તેના વર્ષના અંતના શો માટે સ્ટેજ પર જવાની તૈયારીમાં હોય છે ત્યારે જ તેને સ્ટેજ પર જવાનો ડર લાગવા માંડે છે અને તેનો કોસ્ચ્યુમ બગડી જાય છે. તે પોતાની ભૂલ સુધારવા માટે ત્યાંથી ભાગી જાય છે અને તેનો આ બચાવ શાળા અને તેની બહાર એક પ્રારંભિક પ્રવાસ બની જાય છે. આ અનુભવ ધીમે-ધીમે તેનો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે અને તેને પોતાના મૂળ સ્વરૂપમાં પાછો લાવે છે, જેથી તે જે સ્ટેજ પરથી ભાગી ગયો હતો તેનો સામનો કરવા માટે તૈયાર થઈ શકે.

સ્ક્રીનિંગ દરમિયાન, NFDCના ફિલ્મ ફેસ્ટિવલ્સના આર્ટિસ્ટિક ડાયરેક્ટર શ્રી પંકજ સક્સેના દ્વારા કુમારી ફેઝ કરીમપુરનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુમારી ફેઝ એ કહ્યું કે, જેઓ ફ્રાન્સમાં અભ્યાસ કરતા પહેલા તેહરાનમાં વિઝ્યુઅલ આર્ટ્સ સાથે જોડાયેલા હતા, તેમણે જણાવ્યું હતું કે MIFF ખાતેનું સ્ક્રીનિંગ તેમના જેવા ફિલ્મ નિર્માતાઓ માટે એક મોટી તક હતી. તેમણે ફ્રાન્સના યુવા ફિલ્મ નિર્માતાઓને આ પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ MIFF નો આભાર પણ માન્યો હતો.

આ પસંદગીમાં તામરા વિટ્ટોઝ દ્વારા નિર્દેશિત કોમેડી શૈલીની ટૂંકી ફિક્શન ફિલ્મ બાઉલ કટનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મ બાળકના દ્રઢ સંકલ્પ અને પુખ્ત વયના લોકોના વિખવાદના ભાવનાત્મક પરિણામો વચ્ચે બાળકો કેવી રીતે પોતાનો રસ્તો શોધે છે તેનું એક સઘન અને શાંત રમુજી ચિત્રણ છે.

એમિલિયન પિચોન દ્વારા નિર્મિત 15 મિનિટ લાંબી એનિમેશન મૂવી મેક્સ બાળપણની જિજ્ઞાસાને રહસ્ય અને સસ્પેન્સ સાથે જોડે છે, જ્યારે લિલી બેલબેઝની 24 મિનિટ લાંબી ટૂંકી ફિક્શન ફિલ્મ માય ઇન્ટરનેટ કન્ટ્રીસાઇડ એકલતા, મિત્રતા અને ડિજિટલ યુગના સંબંધોની સમજદારીપૂર્વકની શોધખોળ છે.

આ સ્ક્રીનિંગમાં ટોમી બુલેટ અને વેલેન્ટિન નોએલ દ્વારા નિર્દેશિત ટૂંકી ફિક્શન ફિલ્મ નોટ ટુ ડાય અલોન પણ દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મે ઓળખ અને સામાજિક પરિસ્થિતિઓની વિચારપ્રેરક પરીક્ષા રજૂ કરી હતી, જ્યારે મૌડ વુઇલેઝ દ્વારા નિર્મિત એનિમેશન ડોક્યુમેન્ટરી સાઇન્સ ફ્રોમ બિલો દર્શકને સાંભળી શકતી દુનિયામાં બધિર તરીકે મોટા થવાના સંવેદનાત્મક અનુભવમાં ડૂબાડી દે છે, જ્યાં પાણીની અંદરની શાંતિ એક અલગ પ્રકારના શ્રવણ માટે વારંવાર આવતું રૂપક બની જાય છે. જુલિયટ ગૌડિન દ્વારા નિર્મિત સ્ટિલ વોટર્સ આપણને લ્યુસિલ નામની નર્સના જીવનની સફર પર લઈ જાય છે. લ્યુસિલ દર્દીઓની સંભાળ રાખવાની પોતાની પદ્ધતિઓને નવી રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરે છે અને સાથે જ સંભાળ તથા સેવા સંબંધિત સત્તા અને સંબંધોના સૂક્ષ્મ પાસાઓને પણ સમજે છે.

આ સ્ક્રીનિંગે સિનેપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને ફિલ્મ પ્રોફેશનલ્સ તરફથી ઉત્સાહી પ્રતિસાદ મેળવ્યો હતો, જ્યારે ફ્રાન્સના યુવા ફિલ્મ નિર્માતાઓની ભાગીદારીએ ફેસ્ટિવલમાં એક ગતિશીલ પરિમાણ ઉમેર્યું હતું, જેનાથી ભારતીય ફિલ્મ નિર્માતાઓ, વિદ્યાર્થીઓ અને શ્રોતાઓ સાથે અર્થપૂર્ણ આદાનપ્રદાનની તકો ઊભી થઈ હતી.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2274612   |   Visitor Counter: 10