વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત અને યુનાઇટેડ કિંગડમે નેક્સ્ટ જનરેશન ઇકોનોમિક કોરિડોર શરૂ કર્યો: વ્યાપક આર્થિક અને વ્યાપારી સમજૂતી (CETA) અને સામાજિક સુરક્ષા યોગદાન પરની સમજૂતી 15મી જુલાઈ 2026થી અમલમાં આવશે


વિકસિત ભારત @2047 તરફ એક પરિવર્તનકારી છલાંગ: ભારત અને યુનાઇટેડ કિંગડમ એક ઐતિહાસિક વ્યાપારી અને આર્થિક ભાગીદારી માળખાને સક્રિય કરશે

CETA યુકેમાં ભારતના આશરે 99% નિકાસ ઉત્પાદનોને ઝીરો-ડ્યુટી (શૂન્ય-મોહસૂલ) એક્સેસ પ્રદાન કરે છે, જે કુલ વ્યાપાર મૂલ્યના લગભગ 100% ને આવરી લે છે

ડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન (બેવડા યોગદાન સંમેલન) ની મુદત 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવામાં આવી

CETA દ્વારા આઇટી/આઇટીઇએસ (IT/ITES), પ્રોફેશનલ, એજ્યુકેશન અને બિઝનેસ સર્વિસીસ સહિત 137 પેટા-ક્ષેત્રોમાં સર્વિસ નિકાસનો નોંધપાત્ર વિસ્તાર થશે

प्रविष्टि तिथि: 17 JUN 2026 8:47PM by PIB Ahmedabad

ભારતના વૈશ્વિક આર્થિક જોડાણ માટે એક મોટા પગલા સમાન નિર્ણયમાં, ભારત અને યુનાઇટેડ કિંગડમે આજે જાહેરાત કરી છે કે વ્યાપક આર્થિક અને વ્યાપારી સમજૂતી (CETA) 15મી જુલાઈ 2026ના રોજ અમલમાં આવશે, જે દેશની આર્થિક રાજદ્વારી ક્ષેત્રે એક નવા તબક્કાની શરૂઆત કરશે. સાથે , સામાજિક સુરક્ષા પરની સમજૂતીજેનેડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન’ (DCC) તરીકે પણ ઓળખવામાં આવે છેતે પણ 15મી જુલાઈ 2026થી અમલમાં આવશે, જે યુનાઇટેડ કિંગડમમાં ભારતીય વ્યાવસાયિકોની ગતિશીલતા અને સ્પર્ધાત્મકતાને મજબૂત કરશે. ઉપરાંત, DCC હેઠળ મુક્તિની મુદત 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવામાં આવી છે, જે ભારતના કામચલાઉ (ટેમ્પરરી) કામદારો માટે એક મોટો લાભ છે.

બંને સરકારો દ્વારા આંતરિક પ્રક્રિયાઓ અને બહાલી (રેટિફિકેશન) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી, સમજૂતીઓ 15મી જુલાઈ 2026ના રોજ ઔપચારિક રીતે અમલમાં આવશે. "વિકસિત ભારત 2047" ના રાષ્ટ્રીય વિઝનને અનુરૂપ, સીમાચિહ્નરૂપ નિર્ણય એક અત્યંત આધુનિક, સુસંતુલિત આર્થિક માળખાને કાર્યરત કરશે, જે એક મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથેની નીતિને સક્રિય દૈનિક વ્યાપારમાં રૂપાંતરિત કરશે.

ઐતિહાસિક સમજૂતીનો પાયો મે 2021 માંએન્હાન્સ્ડ ટ્રેડ પાર્ટનરશિપઅનેઇન્ડિયા-યુકે રોડમેપ 2030’ અપનાવીને નાખવામાં આવ્યો હતો, જેણે દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવાનો અને 2030 સુધીમાં દ્વિપક્ષીય વ્યાપારને બમણો કરીને 100 અબજ યુએસ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.

ચૌદ તબક્કાની ગહન વાટાઘાટો પછી, 6 મે 2025ના રોજ CETAને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સમજૂતી પર 24 જુલાઈ 2025ના રોજ લંડનમાં ભારતના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ શ્રી જોનાથન રેનોલ્ડ્સ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બ્રિટિશ પ્રધાનમંત્રી સર કીર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં સત્તાવાર રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. માળખાને પૂર્ણ કરવા માટે, સહયોગી ડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન (DCC) પર ત્યારબાદ 10 ફેબ્રુઆરી 2026ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

સમજૂતીને આર્થિક કુશળતાની જીત ગણાવતા ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે:

“15મી જુલાઈ 2026ના રોજ CETA અને ડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેન્શનનો એકસાથે અમલ થવાથી ભારતની નિકાસ માટે નોંધપાત્ર નવી તકો ખુલશે. અમારી 99% ટેરિફ લાઇન્સ પર તાત્કાલિક ડ્યુટી-ફ્રી એક્સેસ સુરક્ષિત કરીને, અમે લાંબા સમયથી રહેલી ટેરિફની દીવાલોને પદ્ધતિસર રીતે હટાવી દીધી છે. આનાથી સ્પર્ધાનું સમાન મેદાન ઉપલબ્ધ થશે, જેનાથી આપણું ટેક્સટાઇલ્સ, લેધર, મરીન, એન્જિનિયરિંગ અને પ્રોસેસ્ડ ફૂડ સેક્ટર કોઈ પણ ગેરફાયદા વિના સ્પર્ધા કરી શકશે અને તેમના વિશ્વ કક્ષાના ઉત્પાદનો સપ્લાય કરી શકશે.

મહત્વની વાત છે કે, માળખું સંપૂર્ણ આર્થિક સુરક્ષા પર બનાવવામાં આવ્યું છે; આપણી સંવેદનશીલ કૃષિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાઓને આયાતની અસ્થિરતાથી બચાવવા માટે કડક બાકાત યાદીઓ (એક્સક્લુઝન લિસ્ટ્સ) સક્રિયપણે તૈનાત કરવામાં આવી છે. તે સમયે, અમારા વ્યાવસાયિકોને બેવડા વીમા યોગદાનમાંથી મુક્તિ આપીને, અમે આપણી ટેલેન્ટ પુલના નાણાકીય હિતોનું રક્ષણ કરી રહ્યા છીએ. બેવડી સફળતા સ્થાનિક સંવેદનશીલતાઓનું ચુસ્તપણે રક્ષણ કરવાની સાથે વૈશ્વિક સ્તરે આપણી વ્યાપારી પહોંચનો આક્રમક રીતે વિસ્તાર કરે છે.”

નેક્સ્ટ જનરેશન વ્યાપાર માળખું

30 પ્રકરણો ધરાવતું CETA નેક્સ્ટ જનરેશન વ્યાપાર કરારો માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે, જે ભારતના "વિકસિત ભારત 2047" ના વિઝનને સીધું સમર્થન આપે છે. પરંપરાગત ટેરિફ ઘટાડાથી આગળ વધીને, સમજૂતી પરંપરાગત માલસામાન અને સેવાઓને ડિજિટલ વ્યાપાર, ટેલિકોમ્યુનિકેશન્સ, નાણાકીય સેવાઓ, બૌદ્ધિક સંપદા (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી) અનેદ્વિપક્ષીય સ્તરે પ્રથમ વખતસરકારી પ્રાપ્તિ (ગવર્નમેન્ટ પ્રોક્યોરમેન્ટ) જેવા અદ્યતન વિષયો સાથે સંકલિત કરીને દ્વિપક્ષીય જોડાણને આધુનિક બનાવે છે. તે સર્વસમાવેશક વિકાસ સુનિશ્ચિત કરવા માટે ઇનોવેશન, એમએસએમઈ (SMEs), ટકાઉપણું (સસ્ટેનેબિલિટી) અને પારદર્શિતા પરના ભવિષ્યલક્ષી પ્રકરણોને પણ સામેલ કરે છે. આખરે, માળખું મહત્વપૂર્ણ સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવા, તકનીકી સહયોગને વેગ આપવા અને ભારતના ભવિષ્યના આર્થિક રાજદ્વારી સંબંધો માટે એક પારદર્શક, નિયમો-આધારિત બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

મુખ્ય આર્થિક લાભો

વ્યાપક આર્થિક વ્યાપારી સમજૂતી (CETA) અને તેની સાથે ડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન (DCC) નું અમલીકરણ ભારતના વૈશ્વિક વ્યાપાર માળખામાં માળખાકીય પરિવર્તન લાવશે. વ્યાપક માળખું ભારતની ઉત્પાદન ક્ષમતા, સેવા કુશળતા અને પાયાના સ્તરના ઉત્પાદનને સીધું વિશ્વના અગ્રણી ગ્રાહક બજારોમાંના એક સાથે જોડે છે.

ભારતીય નિકાસ માટે પરિવર્તનકારી માર્કેટ એક્સેસ

અમલીકરણ શરૂ થવાની સાથે , ભારતીય નિકાસકારોને કેટલાક મુખ્ય ક્ષેત્રોમાં યુકેના ટેરિફ નાબૂદ થવાનો લાભ મળશે. પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ પર 70% સુધી, મરીન પ્રોડક્ટ્સ પર 21.5% સુધી, એન્જિનિયરિંગ સામાન અને ઓટો કમ્પોનન્ટ્સ પર 18% સુધી, લેધર અને ફૂટવેર પ્રોડક્ટ્સ પર 16% સુધી, ટેક્સટાઇલ્સ અને કપડાં પર 12% સુધી અને કેમિકલ્સ તથા ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર 8% સુધીના ટેરિફ ઘટાડીને શૂન્ય કરવામાં આવશે. CETA હેઠળ મેળવવામાં આવેલ તાત્કાલિક ડ્યુટી-ફ્રી વિન્ડો યુકેના બજારમાં ભારતીય નિકાસની સ્પર્ધાત્મકતામાં નોંધપાત્ર વધારો કરશે, ખેડૂતો, માછીમારો, કામદારો, એમએસએમઈ (MSMEs) અને ઉત્પાદકો માટે નવી તકો ઊભી કરશે અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ભારતની ભાગીદારીને મજબૂત કરશે.

તાત્કાલિક ડ્યુટી-ફ્રી સુવિધા ભારતીય ઉત્પાદન ક્ષેત્રને અપાર પ્રાઇસિંગ પાવર (કિંમત નિર્ધારણ ક્ષમતા) પૂરી પાડશે, જેનાથી પરંપરાગત કારીગરો, મોટા પાયાના કારખાનાઓ અને પ્રાદેશિક ઔદ્યોગિક હબ અમલીકરણના પ્રથમ દિવસથી સંપૂર્ણપણે ગુણવત્તાના આધારે સ્પર્ધા કરી શકશે.

તે સમયે, ભારતે ડેરી ઉત્પાદનો, અનાજ, બાજરી/મોટા અનાજ (મિલેટ્સ), ખાદ્ય તેલ, તેલીબિયાં, સફરજન અને કેટલાક શાકભાજી ઉત્પાદનો સહિતના સંવેદનશીલ ક્ષેત્રોનું રક્ષણ કર્યું છે.

ઐતિહાસિક સેવા પેકેજ અને ગતિશીલતા (મોબિલિટી) ની જોગવાઈઓ

યુકેએ અત્યાર સુધીની સૌથી વ્યાપક સેવા પ્રતિબદ્ધતાઓ પૂરી પાડી છે, જેમાં ભારતના નિકાસ હિત ધરાવતા તમામ મુખ્ય સેવા ક્ષેત્રો અને 137 પેટા-ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા છે.

આઇટી (IT) અને આઇટી-સક્ષમ સેવાઓ, નાણાકીય સેવાઓ, વ્યાવસાયિક સેવાઓ, હેલ્થકેર, શિક્ષણ, એન્જિનિયરિંગ, ટેલિકોમ્યુનિકેશન્સ અને કન્સલ્ટન્સી સેવાઓ ક્ષેત્રના ભારતીય સેવા પ્રદાતાઓને બહેતર માર્કેટ એક્સેસ અને વધુ નિયમનકારી નિશ્ચિતતાનો લાભ મળશે.

સમજૂતી નીચે દર્શાવેલા લોકો માટે અનુમાનિત ગતિશીલતાના માર્ગો પણ પ્રદાન કરે છે:

  • બિઝનેસ વિઝિટર્સ
  • ઇન્ટ્રા-કોર્પોરેટ ટ્રાન્સફરીઝ
  • કોન્ટ્રાક્ચ્યુઅલ સર્વિસ સપ્લાયર્સ
  • ઇન્ડિપેન્ડન્ટ પ્રોફેશનલ્સ (સ્વતંત્ર વ્યાવસાયિકો)
  • રોકાણકારો

પોતાના પ્રકારની પ્રથમ વ્યવસ્થા હેઠળ, સમજૂતી અંતર્ગત દર વર્ષે 1,800 ભારતીય શેફ, યોગ પ્રશિક્ષકો અને શાસ્ત્રીય સંગીતકારોને સમર્પિત ગતિશીલતા (મોબિલિટી) ની તકો મળી શકશે.

સામાજિક સુરક્ષા પર સમજૂતી: એક મોટી સફળતા

સમજૂતીની સાથે અમલમાં આવી રહેલી સામાજિક સુરક્ષા પરની સમજૂતી, ભારતીય કામદારો અને નોકરીદાતાઓને કામચલાઉ અસાઇનમેન્ટ દરમિયાન યુનાઇટેડ કિંગડમમાં બેવડું સામાજિક સુરક્ષા યોગદાન આપવામાથી મુક્તિ આપે છે. મુક્તિની મુદત 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવામાં આવી છે.

આનાથી 75,000 થી વધુ ભારતીય વ્યાવસાયિકો અને 900 થી વધુ કંપનીઓને લાભ મળવાની અપેક્ષા છે. સમજૂતી કામચલાઉ વિદેશી અસાઇનમેન્ટ પર રહેલા કર્મચારીઓની ગતિશીલતા અને સતત સામાજિક સુરક્ષા કવરેજને ટેકો આપશે. આનાથી બંને દેશોના ઉચ્ચ કૌશલ્ય અને નવીન સેવા ક્ષેત્રોનો લાભ લઈને સેવા ક્ષેત્રમાં ભારત-યુકે ભાગીદારીમાં વધારો થશે.

સ્ટીલ નિકાસકારોના હિતોનું રક્ષણ

ભારત-યુકે વ્યાપક આર્થિક વ્યાપારી સમજૂતી (CETA) ની સહયોગી શક્તિનું પ્રદર્શન કરતા, ભારત અને યુનાઇટેડ કિંગડમે દ્વિપક્ષીય સ્ટીલ વ્યાપારને સુરક્ષિત રાખવા અને પ્રોત્સાહન આપવા માટે એક ઐતિહાસિક સર્વસંમતિ સાધી છે. 1 જુલાઈ 2026થી અમલમાં આવી રહેલા યુકેના આગામી સ્ટીલ પગલાં અંગેની રચનાત્મક ચર્ચાઓ બાદ, બંને પક્ષો વ્યાપારી હિતોનું રક્ષણ કરવા, બજારની અડચણો ઘટાડવા અને નિકાસકારો માટે એકંદરે સંતુલિત અને સ્થિર વ્યાપાર વાતાવરણ સુનિશ્ચિત કરવા પર પરસ્પર સંમત થયા છે.

ભારતની 85% નિકાસ સ્ટીલના પગલાંની બહાર છે. સ્ટીલના પગલાં હેઠળ આવતી લાઇન પર, સીએસક્યુ (CSQ), રેસિડ્યુઅલ ક્વોટા અને ઓથોરાઇઝ્ડ યુઝ સ્કીમ (AUS) હેઠળ એક્સેસના મિશ્રણ દ્વારા ભારતના હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે.

નાગરિક-કેન્દ્રીય વ્યાપાર સમજૂતી

ભારત-યુકે CETA ને એક નાગરિક-કેન્દ્રીય સમજૂતી તરીકે ડિઝાઇન કરવામાં આવી છે જે સમાજના તમામ વર્ગોને લાભ પહોંચાડે છે.

ખેડૂતોને પ્રીમિયમ નિકાસ બજારો સુધી પહોંચ મળશે. માછીમારોને સીફૂડની નિકાસ વધારવાનો લાભ મળશે. શ્રમ-સઘન (લેબર-ઇન્ટેન્સિવ) ક્ષેત્રોમાં કામદારોને રોજગારીની નવી તકો મળશે. મહિલા ઉદ્યોગસાહસિકો, યુવાનો, સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈ (MSMEs) ને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં બહેતર પ્રવેશ મળશે. વ્યાવસાયિકોને વિસ્તૃત ગતિશીલતા અને માન્યતાની તકોનો લાભ મળશે.

15મી જુલાઈ 2026થી ભારત-યુકે CETA અને DCC નું અમલીકરણ વૈશ્વિક સ્તરે સંકલિત, સ્થિતિસ્થાપક અને સ્પર્ધાત્મક અર્થતંત્ર બનવાની ભારતની યાત્રામાં એક મોટું પગલું છે અને તે તેમની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંડી બનાવવા અને તેમના લોકો માટે સમૃદ્ધિ લાવવા માટે ભારત અને યુનાઇટેડ કિંગડમની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ઐતિહાસિક આર્થિક માળખું બંને દેશોને આધુનિક આંતરરાષ્ટ્રીય વ્યાપારની જટિલતાઓને સફળતાપૂર્વક પાર કરવા માટે સજ્જ કરે છે, સાથે એક સર્વસમાવેશક, સમૃદ્ધ અને આત્મનિર્ભર "વિકસિત ભારત 2047" તરફ ભારતની ગતિને કાયમી ધોરણે વેગ આપે છે.

ભારત-યુકે વ્યાપક આર્થિક વ્યાપારી સમજૂતીની સંપૂર્ણ વિગતો https://www.commerce.gov.in/#/international-trade/trade-agreements/india-united-kingdom-comprehensive-economic-and-trade-agreement પર જોઈ શકાય છે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2274323) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , Kannada