MIFF banner

લદ્દાખથી વિશ્વ સુધી: પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓએ એમઆઇએફએફ (MIFF) 2026 માં સર્વસમાવેશી સિનેમાની તાકાત પ્રદર્શિત કરી


સિનેમા દરેક બાળકનો અવાજ બનવું જ જોઈએ, તેમ શ્વેતા પરખ અને જિતેન્દ્ર મિશ્રાએ જણાવ્યું

સમજણ કેળવવા, વૈવિધ્યતાની ઉજવણી કરવા અને સાંભળેલા અવાજોને બુલંદ કરવા માટે સિનેમાની પરિવર્તનકારી તાકાત આજે 19માં મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) 2026 ની સાથે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા આયોજિત એક પત્રકાર પરિષદમાં કેન્દ્રસ્થાને આવી હતી.

નાયબ – થ્રુ ધ ટીચર્સ લેન્સ’ (Naayab – Through the Teacher’s Lens) ડોક્યુમેન્ટરી અને ‘સોના ઓર સોનમ કે સપને’ (લિટલ બિગ ડ્રીમ્સ) શોર્ટ ફિક્શન ફિલ્મ સાથે સંકળાયેલા ફિલ્મ નિર્માતાઓ, શિક્ષણવિદો અને નિર્માતાઓએ સિનેમા દરેક બાળક માટે સશક્તિકરણનું માધ્યમ બને તે જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ સત્રમાં ફિલ્મ નિર્માતા શ્વેતા પરખ, શિક્ષણવિદ અને પ્રોજેક્ટ મેન્ટર સ્વાતિ પોપટ વત્સ, પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને પ્રોજેક્ટ મેન્ટર પથિક વત્સ અને નેશનલ એવોર્ડ વિજેતા નિર્માતા જિતેન્દ્ર મિશ્રા એકસાથે આવ્યા હતા. પેનલિસ્ટોએ ફિલ્મોના નિર્માણ અંગેના વિચારો શેર કર્યા હતા અને બાળકોમાં સર્વસમાવેશીતા (ઇન્ક્લુઝન), સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ કેળવવામાં વાર્તા કહેવાની (સ્ટોરીટેલિંગ) ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

તળપદી વાર્તા કહેવાના મહત્વ વિશે વાત કરતા, ‘નાયબ – થ્રુ ધ ટીચર્સ લેન્સ’ ના નિર્દેશક શ્વેતા પારખે બાળકો માટે તેમની પોતાની વાસ્તવિકતા સ્ક્રીન પર જોવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે અવલોકન કર્યું કે સ્થાનિક સંસ્કૃતિઓમાં મૂળ ધરાવતી વાર્તાઓ બાળકોને તેમની ઓળખ, પરંપરાઓ અને સમુદાયો સાથે જોડવામાં મદદ કરે છે. આવી વાર્તાઓ આત્મ-અભિવ્યક્તિ અને સંવાદ માટે અર્થપૂર્ણ અવકાપણ ઉભો કરે છે.

સર્વસમાવેશીતાના મહત્વ પર પ્રકાશ પાડતા સ્વાતિ પોપટ વત્સે જણાવ્યું હતું કે સમાજે લેબલ્સ (ઓળખના ચોકઠાં) થી પર થઈને તમામ બાળકોની સહિયારી આકાંક્ષાઓ, લાગણીઓ અને ક્ષમતાઓને ઓળખવી જોઈએ. ‘સોના ઓર સોનમ કે સપને’ (લિટલ બિગ ડ્રીમ્સ) ના મુખ્ય પાત્ર વિશે વાત કરતા તેમણે નોંધ્યું કે આ નાની બાળકી માત્ર શિક્ષણ કે સ્વતંત્રતા પાછળ નહોતી દોડી રહી, પરંતુ તે “જીવનનો પીછો” (ચેસિંગ લાઇફ) કરી રહી હતી. તેમણે જણાવ્યું કે આ વાક્ય ફિલ્મના ઊંડા માનવીય અને આકાંક્ષી સંદેશને વ્યક્ત કરે છે.

ફિલ્મ નિર્માતા અને ફિલ્મફેર એવોર્ડ વિજેતા પથિક વત્સે એક શક્તિશાળી શૈક્ષણિક સાધન તરીકે સિનેમાની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું કે ફિલ્મો માત્ર મનોરંજન કરવા કરતાં ઘણું વધારે કામ કરે છે. સિનેમાને વ્યવહારિક શિક્ષણના એક સ્વરૂપ તરીકે વર્ણવતા તેમણે કહ્યું કે તે સહાનુભૂતિ પ્રેરિત કરી શકે છે, દ્રષ્ટિકોણ વ્યાપક બનાવી શકે છે અને સામાજિક વલણને આકાર આપી શકે છે.

સોના ઓર સોનમ કે સપને’ (લિટલ બિગ ડ્રીમ્સ) ની સફર શેર કરતા, નેશનલ એવોર્ડ વિજેતા નિર્માતા જિતેન્દ્ર મિશ્રાએ સ્થાનિક વાર્તાઓની વધતી જતી વૈશ્વિક અપીલ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું કે બાળકોએ પોતે જ ફિલ્મ નિર્માણની સફરમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેઓએ માત્ર કલાકારો તરીકે જ નહીં પરંતુ વાર્તાકારો અને સર્જકો તરીકે પણ પોતાનું યોગદાન આપ્યું હતું.

મિશ્રાએ વધુમાં અવલોકન કર્યું કે સ્થાનિક સંસ્કૃતિઓમાં વણાયેલી વાર્તાઓ વિશ્વભરના પ્રેક્ષકોને આકર્ષવાની શક્તિ ધરાવે છે. તેમણે નોંધ્યું કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થયા બાદ આ ફિલ્મને અગ્રણી આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાંથી આમંત્રણો મળવા લાગ્યા છે. આગામી મહિનાઓમાં આ ફિલ્મનું કેટલાય આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર સ્ક્રીનિંગ થવાનું નક્કી છે.

આ ચર્ચાએ બંને ફિલ્મોમાં પ્રતિબિંબિત થતી એક સહિયારી વિચારધારા: મર્યાદાઓ પરથી ધ્યાન હટાવીને શક્યતાઓ પર કેન્દ્રિત કરવું-પર ભાર મૂક્યો હતો. પેનલિસ્ટોએ જણાવ્યું હતું કે વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકોને તેમની ક્ષમતાઓ, પ્રતિભા અને પરિવારો, વર્ગખંડો તથા સમુદાયોમાં તેમના યોગદાન માટે ઓળખવા જોઈએ. તેમને લેબલો અથવા દેખીતી મર્યાદાઓ દ્વારા વ્યાખ્યાયિત કરવા જોઈએ નહીં.

પત્રકાર પરિષદના અંતે પેનલિસ્ટોએ દ્રઢપણે જણાવ્યું હતું કે બાળ સિનેમાએ પરંપરાગત મનોરંજનથી આગળ વધીને સર્વસમાવેશીતા, સમજણ અને સામાજિક પરિવર્તન માટે ઉત્પ્રેરક (કેટેલિસ્ટ) બનવું જ જોઈએ.

SM/IJ/JD


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2274250   |   Visitor Counter: 6

इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Telugu