શબ્દો તમારા મગજને ઘડે છે, જીવન અભિનયનું સર્જન કરે છે: ફેબ્રિસ કેલીએ MIFF માસ્ટરક્લાસમાં સ્ટેનિસ્લાવસ્કીના સત્યના થિયેટરનું વિશ્લેષણ કર્યું
સારો અભિનય કરવા માટે જીવનને ઊંડાણપૂર્વક સમજો: ફેબ્રિસ કેલીએ અવલોકનથી લઈને વાસ્તવિક પ્રદર્શન સુધીની સ્ટેનિસ્લાવસ્કીની સફરનો તાગ મેળવ્યો
એક માહિતીપ્રદ માસ્ટરક્લાસમાં, ફ્રેન્ચ થિયેટર પ્રેક્ટિશનર ફેબ્રિસ કેલીએ સુપ્રસિદ્ધ થિયેટર પ્રેક્ટિશનર કોન્સ્ટેન્ટિન સ્ટેનિસ્લાવસ્કીના વિચારો દ્વારા જીવન, શબ્દો અને અભિનય વચ્ચેના ઊંડા જોડાણનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અભિનય એ જીવનની સંપૂર્ણ સમૃદ્ધિને પુનઃજીવિત કરવાનો એક પ્રયાસ છે, જ્યાં માનવ અનુભવના વિવિધ તબક્કાઓ દ્વારા લાગણીઓ કુદરતી રીતે ઉભરી આવે છે.
A2E6.JPG)
ફેબ્રિસ કેલીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સારો અભિનય કરવા માટે જીવનને સારી રીતે સમજો.” તેમણે સમજાવ્યું કે સ્ટેનિસ્લાવસ્કીનો અભિગમ ઝીણવટભર્યા અવલોકન, વિશ્લેષણ અને માનવ વર્તનની ઊંડી સમજણ પર આધારિત હતો.
સ્ટેનિસ્લાવસ્કીની કળા વિશે વાત કરતા કેલીએ જીવનનો વિગતવાર અભ્યાસ કરીને અને પરિસ્થિતિઓને તેના નાનામાં નાના તત્વોમાં વિભાજીત કરીને વાસ્તવિક દ્રશ્યો બનાવવાની તેમની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમજાવ્યું કે સ્ટેનિસ્લાવસ્કીને એન્ટન ચેખોવમાં એક આદર્શ નાટ્ય ભાગીદાર મળ્યા હતા, જેમનું લખાણ પરિસ્થિતિઓ અને જીવન જે સૂક્ષ્મ રીતે પોતાની જાતને પ્રગટ કરે છે તેના પર આધારિત હતું. કેલીએ જણાવ્યું હતું કે વાસ્તવિક દ્રશ્ય બનાવવા માટે સમૃદ્ધ શબ્દભંડોળની જરૂર પડે છે કારણ કે શબ્દો આપણી ધારણાને આકાર આપે છે. ગ્રીનલેન્ડમાં બરફ માટે અસંખ્ય શબ્દો હોવાનું ઉદાહરણ આપતાં તેમણે સમજાવ્યું કે ભાષા મગજની દુનિયાને સમજવાની રીતનો વિસ્તાર કરે છે. તેમણે શ્રોતાઓને કહ્યું, “શબ્દો તમારા મગજને ઘડે છે.”
4WCV.JPG)
તે જ સમયે, કેલીએ સ્પષ્ટ કર્યું કે અભિનય માત્ર શબ્દો પર નિર્ભર રહી શકે નહીં. સાચું પ્રદર્શન પ્રસ્તુતિ, અવલોકન, પ્રતિક્રિયા અને ભાગીદારીમાંથી ઉભરી આવે છે. તેમણે પ્રકાશ પાડ્યો કે કેવી રીતે સ્ટેનિસ્લાવસ્કીએ અભિનયની પ્રક્રિયામાં વધુ ઊંડાણ અને વિગતો લાવીને થિયેટરને પુનઃવ્યાખ્યાયિત કર્યું હતું. એક આકર્ષક પ્રદર્શન (ડેમોન્સ્ટ્રેશન) દ્વારા, કેલીએ પ્રદર્શનમાં “સક્રિય રીતે જોવું” અને “સક્રિય ભાગીદારી”ના મહત્વને સમજાવ્યું હતું. તેમણે એ અવલોકન સાથે વાત પૂર્ણ કરી કે અભિનયના પાયા રોજિંદા જીવનમાં કુદરતી રીતે અસ્તિત્વ ધરાવે છે — “જીવનમાં, આપણે બધા પરફેક્ટ કલાકારો છીએ.”
8O6T.JPG)
ફેબ્રિસ કેલી એ સ્ટેનિસ્લાવસ્કી સિસ્ટમ પર આધારિત ફ્રેન્કો બેલારુસિયન સોવિયેત થિયેટર સ્કૂલ ‘ડેમેન લે પ્રિન્ટેમ્પ્સ’ (Demain le Printemps)ના આર્ટિસ્ટિક ડાયરેક્ટર છે, અને બેલારુસમાં ઇન્ટરનેશનલ પબ્લિક એસોસિએશન "TEATRO"ના પણ આર્ટિસ્ટિક ડાયરેક્ટર છે. તેમનું કાર્ય રશિયન/સોવિયેત નાટ્ય પરંપરામાં અને કોન્સ્ટેન્ટિન સ્ટેનિસ્લાવસ્કીના વારસામાં ઊંડાણપૂર્વક જોડાયેલું છે. સ્ટેનિસ્લાવસ્કી એવા રશિયન થિયેટર પ્રેક્ટિશનર હતા જેમણે અભિનેતાની તાલીમ, તૈયારી અને રિહર્સલ માટે અત્યંત પ્રભાવશાળી અભિગમની શરૂઆત કરીને 20મી સદીના પ્રદર્શનમાં ક્રાંતિ લાવી હતી, જેને સ્ટેનિસ્લાવસ્કીની સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 1898માં સુપ્રસિદ્ધ મોસ્કો આર્ટ થિયેટરની સહ-સ્થાપના કરી હતી. ભાવનાત્મક સત્ય, મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા અને અનુભવાત્મક તૈયારી અંગેના તેમના સિદ્ધાંતોએ મેથડ એક્ટિંગ સહિતના આધુનિક અભિનયની તકનીકો માટે આવશ્યક પાયો નાખ્યો હતો.
MIFF ખાતેની દૈનિક ઇવેન્ટ્સની પ્રેસ રિલીઝ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટા મેળવવા માટે અહીં ક્લિક કરો.
SM/DS/JD
रिलीज़ आईडी:
2274094
| Visitor Counter:
9