પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સૌર ઉર્જા, કૃષિ અને સહિયારી સમૃદ્ધિ પર એક લેખ શેર કર્યો

प्रविष्टि तिथि: 17 JUN 2026 1:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી અને ડીજી ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ શ્રી આશિષ ખન્ના દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.

આ લેખ પ્રકાશ પાડે છે કે સૌર ઉર્જા એક પરિવર્તનકારી શક્તિ તરીકે ઉભરી રહી છે. તે નોંધે છે કે કૃષિ માટે સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરવાનું ભારતનું મોડેલ આફ્રિકા માટે એક સ્કેલેબલ (વિસ્તૃત કરી શકાય તેવું) મોડેલ પૂરું પાડે છે, જે સહિયારી સમૃદ્ધિને મજબૂત કરે છે, સમુદાયોને સશક્ત બનાવે છે અને ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપે છે. લેખ આ સિદ્ધિને ભારતના ખેડૂતો અને રાષ્ટ્ર માટે ગૌરવની બાબત ગણાવે છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

“સૌર ઉર્જા એક પરિવર્તનકારી શક્તિ તરીકે ઉભરી રહી છે. કૃષિ માટે સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરવાનું ભારતનું મોડેલ આફ્રિકા માટે એક સ્કેલેબલ મોડેલ પૂરું પાડે છે, જે સહિયારી સમૃદ્ધિને મજબૂત કરે છે, સમુદાયોને સશક્ત બનાવે છે અને ખાદ્ય સુરક્ષાનો વાયદો કરે છે. સાચે જ આપણા ખેડૂતો અને આપણા બધા માટે ગૌરવની બાબત!

કેન્દ્રીય મંત્રી શ્રી @JoshiPralhad અને ડીજી @isolaralliance શ્રી આશિષ ખન્ના દ્વારા લખાયેલો આ જ્ઞાનવર્ધક લેખ વાંચો.”

 

SM/NK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2273928) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Tamil , Telugu , Kannada , Malayalam