માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત ઇનોવેટ્સ 2026ના બીજા દિવસે રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સ વચ્ચેના સહયોગ પર ભાર


10થી વધુ દેશોના 50થી વધુ વૈશ્વિક રોકાણકારોની બનેલી પેનલ્સ સમક્ષ 80થી વધુ ડીપટેક સ્ટાર્ટઅપ્સે ઈનોવેશન્સ રજૂ કર્યા

40થી વધુ સ્ટાર્ટઅપ્સે ઈન્વેસ્ટર ફોલો-અપ કમિટમેન્ટ્સ સુરક્ષિત કરી

અંતિમ દિવસ ટેકનોલોજી પાર્ક્સ અને એક્સિલરેટર્સ, ક્લાઈમેટ ટેકનોલોજીસ, ઈન્ડસ્ટ્રિયલ ડીકાર્બોનાઈઝેશન, ગ્લોબલ સ્કેલિંગ સ્ટ્રેટેજીસ અને લોંગ-ટર્મ ઈન્સ્ટિટ્યુશનલ પાર્ટનરશિપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે

प्रविष्टि तिथि: 16 JUN 2026 12:42PM by PIB Ahmedabad

ભારત ઈનોવેટ્સ 2026ના બીજા દિવસે (જૂન 15, 2026) વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગ સાહસિકો (લીડર્સ), સંશોધકો, નીતિ નિર્માતાઓ, સ્ટાર્ટઅપ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે ગહન જોડાણ જોવા મળ્યું હતું, અને ઈનોવેશનને વેગ આપવા, ટેકનોલોજી ભાગીદારીને મજબૂત કરવા અને ડીપટેક સોલ્યુશન્સના વ્યાપારીકરણને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ભારત સરકારની એક પહેલ અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા અમલમાં મૂકાયેલ, ભારત ઈનોવેટ્સ 2026 ભારતની ઝડપથી વિસ્તરી રહેલી ઈનોવેશન ઈકોસિસ્ટમને વૈશ્વિક મૂડી, ઉદ્યોગ કુશળતા, સંશોધન નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડતું એક અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે.

દિવસની શરૂઆત એક ઈનોવેશન શોકેસ સાથે થઈ હતી જેમાં બાયોટેકનોલોજી, સેમિકન્ડક્ટર્સ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર, એનર્જી, મોબિલિટી, સ્પેસ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે ભારતીય સ્ટાર્ટઅપ્સ અને પ્રીમિયર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવેલી અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મુખ્ય સંબોધન કરતા, કો-પ્રમોટર, એશિયન પેઈન્ટ્સ લિમિટેડ, અને એન્જલ ઈન્વેસ્ટર, શ્રી જલજ દાનીએ વૈજ્ઞાનિક ઈનોવેશનને બજારની માંગ, ઔદ્યોગિક ભાગીદારી અને લાંબા ગાળાના સંસ્થાકીય નિર્માણ સાથે જોડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

પેનલ ચર્ચાઓમાં ઉદ્યોગ, રોકાણ અને સંશોધન ક્ષેત્રના અગ્રણી વૈશ્વિક અવાજો એકસાથે આવ્યા હતા, જેમાં ઈન્સ્ટિટ્યુટ પાશ્ચરના પ્રો. ચેતન ચિટનિસ; સીઈઓ, સેફ્રાન રેઓસ્ક, સુશ્રી ઓરેલી ગિરો; થેલ્સ એલેનિયા સ્પેસના શ્રી બર્ટ્રાન્ડ ડેનિસ; સીઈઓ, જીઆઈએફએએસ, શ્રી ફ્રેડરિક પેરિસોટ; સોની ઈનોવેશન ફંડના સુશ્રી યોકો ફુકાતા અને મિઝુહો ફાઇનાન્સિયલ ગ્રુપના શ્રી સુનીલ બક્ષી સામેલ હતા. ચર્ચાઓમાં બાયો-ઈનોવેશન, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, સ્પેસ, ડિફેન્સ સપ્લાય ચેઈન્સ અને ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં પેશન્ટ કેપિટલ, ઈન્ટરનેશનલ કો-ડેવલપમેન્ટ અને સંશોધનથી વ્યાપારી સ્કેલ સુધીના મજબૂત માર્ગો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

બીજા દિવસનો એક મુખ્ય હિસ્સો વ્યાપક ઈન્વેસ્ટર-સ્ટાર્ટઅપ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ હતો. 80થી વધુ ભારત ઈનોવેટ્સ ડીપટેક સ્ટાર્ટઅપ્સે થીમેટિક પિચ રૂમ્સ: સ્પેસ એન્ડ ડિફેન્સ; આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ સેમિકન્ડક્ટર્સ; હેલ્થકેર એન્ડ મેડટેક; બાયોટેકનોલોજી એન્ડ એગ્રીટેક; એનર્જી એન્ડ ક્લાઈમેટ ટેકનોલોજીસ; અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગમાં 10થી વધુ દેશોના 50થી વધુ વૈશ્વિક રોકાણકારોની બનેલી પેનલ્સ સમક્ષ તેમના ઈનોવેશન્સ રજૂ કર્યા હતા. પિચિંગ સેશન્સે વૈશ્વિક વેન્ચર ફંડ્સ અને કોર્પોરેટ વેન્ચર કેપિટલ આર્મ્સ સાથે સીધા જોડાણને સક્ષમ બનાવ્યું હતું. 40થી વધુ સ્ટાર્ટઅપ્સે કન્ફર્મ્ડ ઈન્વેસ્ટર ફોલો-અપ કમિટમેન્ટ્સ મેળવી હતી, જેણે મજબૂત ડીલ-ફ્લો અને રોકાણનો રસ પેદા કર્યો હતો.

સમિટમાં પહેલા દિવસે જાહેર કરાયેલી અંદાજે USD 30 મિલિયનની રોકાણ પ્રવૃત્તિ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

બીજા દિવસના અંત સુધીમાં, ભારત ઈનોવેટ્સ 2026 નીચે મુજબની સુવિધા પૂરી પાડી છે:

  • ભારત ઈનોવેટ્સ ઈનોવેટર્સ સાથે 1,350થી વધુ B2B બેઠકો યોજાઈ
  • 50થી વધુ સહયોગ કરારો
  • 10થી વધુ દેશોના 50-પ્લસ વૈશ્વિક રોકાણકારો સમક્ષ 80થી વધુ સ્ટાર્ટઅપ પિચ્સ
  • 40થી વધુ સ્ટાર્ટઅપ્સ દ્વારા કન્ફર્મ્ડ ઈન્વેસ્ટર ફોલો-અપ કમિટમેન્ટ્સ પ્રાપ્ત થઈ
  • ભારત ઈનોવેટ્સ ઈનોવેટર્સને સંલગ્ન અંદાજે USD 254.5 મિલિયનના ફંડિંગ કમિટમેન્ટ્સ અને એડવાન્સ્ડ-સ્ટેજ ઈન્વેસ્ટમેન્ટ્સ જાહેર કરાયા

કેન્દ્રિત રોકાણકારોના જોડાણ, ટેકનોલોજી શોકેસ અને ક્રોસ-બોર્ડર કોલોબ્રેશન પ્લેટફોર્મ્સ દ્વારા, ભારત ઈનોવેટ્સ 2026 ડીપટેક ઈનોવેશન માટે અગ્રણી વૈશ્વિક હબ તરીકે ભારતની સ્થિતિને મજબૂત કરી છે અને સાથે ભારત, યુરોપ અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારો વચ્ચે સહયોગ માટે નવા માર્ગો બનાવ્યા છે.

બીજા દિવસે જોડાણોના સ્કેલ અને સામગ્રીએ વૈશ્વિક ટેકનોલોજી ભાગીદારી, ડીપટેક રોકાણ અને ઈનોવેશન-આધારિત આર્થિક વૃદ્ધિ માટે ભારત ઈનોવેટ્સ 2026ને એક કેટેલિસ્ટ તરીકે વધુ મજબૂત બનાવ્યું છે.

સમિટના અંતિમ દિવસે ટેકનોલોજી પાર્ક્સ અને એક્સિલરેટર્સ, ક્લાઈમેટ ટેકનોલોજીસ, ઈન્ડસ્ટ્રિયલ ડીકાર્બોનાઈઝેશન, ગ્લોબલ સ્કેલિંગ સ્ટ્રેટેજીસ અને લોંગ-ટર્મ ઈન્સ્ટિટ્યુશનલ પાર્ટનરશિપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય ઇવેન્ટ દરમિયાન સ્થાપિત થયેલા ઈનોવેશન જોડાણોને જાળવી રાખવાનો છે.

ભારત ઈનોવેટ્સ 2026 અને સહભાગી ઈનોવેટર્સ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને www.bharatinnovates.in ની મુલાકાત લો.

 

SM/BS/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2273502) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Telugu , Kannada