રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
એનએચઆરસી, ભારતે આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં આઠ કામદારોના કથિત મૃત્યુ અને અન્ય છ લોકોના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ પર સુઓ મોટો સંજ્ઞાન લીધું
કામદાર યુનિયનનો આરોપ છે કે મેનેજમેન્ટે સુરક્ષા પ્રોટોકોલની અવગણના કરી હતી
કમિશને આંધ્રપ્રદેશના મુખ્ય સચિવને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો છે
અહેવાલમાં ઈજાગ્રસ્ત કામદારોની તબિયતની સ્થિતિ અને તેમને તેમજ મૃતકોના પરિજનોને એક્સ-ગ્રેશિયા (સહાય) રકમની ચુકવણીની સ્થિતિ સામેલ કરવાની રહેશે
प्रविष्टि तिथि:
11 JUN 2026 12:51PM by PIB Ahmedabad
નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ), ભારતે એક મીડિયા અહેવાલ પર સુઓ મોટો (સ્વતઃ) સંજ્ઞાન લીધું છે કે 8 જૂન 2026ના રોજ આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડના વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયા બાદ આઠ કામદારોનાં મૃત્યુ થયાં છે અને ઓછામાં ઓછા અન્ય છ કામદારો ગંભીર રીતે દાઝી ગયાં છે. કથિત રીતે, કામદાર યુનિયને એવો આરોપ લગાવ્યો છે કે મેનેજમેન્ટે સુરક્ષા પ્રોટોકોલની અવગણના કરી હતી.
આયોગે અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની વિગતો જો સાચી હોય, તો તે માનવાધિકારોના ઉલ્લંઘનનો મુદ્દો ઊભો કરે છે. તેથી, તેમણે આંધ્રપ્રદેશના મુખ્ય સચિવને નોટિસ પાઠવીને બે અઠવાડિયાની અંદર આ બાબતે વિગતવાર અહેવાલ સબમિટ કરવા જણાવ્યું છે. આ અહેવાલમાં ઈજાગ્રસ્ત કામદારોની સ્વાસ્થ્યની સ્થિતિ અને તેમને તેમજ મૃતકોના સગા-સંબંધીઓને સહાય રકમની ચુકવણીનો સ્ટેટસ સામેલ હોવો જરૂરી છે.
9 જૂન 2026ના રોજ પ્રસિદ્ધ થયેલા મીડિયા અહેવાલ અનુસાર, આ ઘટના પ્લાન્ટના 'સ્ટીલ મેલ્ટિંગ શોપ' માં તે સમયે બની હતી જ્યારે આશરે 1600°C તાપમાન પર અંદાજે 150 ટન પીગળેલું સ્ટીલ લઈ જતું એક પાત્ર અચાનક ફાટ્યું હતું અને પીગળેલું સ્ટીલ શોપના ફ્લોર પર ચારેબાજુ ફેલાઈ ગયું હતું, જેના કારણે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2271571)
आगंतुक पटल : 12