રેલવે મંત્રાલય
ભારતીય રેલવેનું સ્ટેશનો પર દેશવ્યાપી ફાયર સેફ્ટી ઓડિટ સાથે મુસાફરોની સુરક્ષા વધારવા માટે મોટું પગલું
प्रविष्टि तिथि:
10 JUN 2026 8:28PM by PIB Ahmedabad
ભારતીય રેલવે સુરક્ષા અને સલામતીને વધુ મજબૂત કરવા માટે દેશભરના રેલવે સ્ટેશનો પર ફાયર સેફ્ટી (અગ્નિશમન સુરક્ષા) ઓડિટ હાથ ધરશે. આ પહેલ હેઠળ હાલની ફાયર સેફ્ટી સિસ્ટમ્સ (અગ્નિશમન સુરક્ષા પ્રણાલીઓ) નું મૂલ્યાંકન કરવામાં આવશે અને મુસાફરોની સુરક્ષા વધારવા તેમજ રેલવેની અકસ્માંતોથી રક્ષણ માટે જેમાં સુધારાની જરૂર હોય તેવા ક્ષેત્રોની ઓળખ કરવામાં આવશે.
આ ઓડિટમાં સ્ટેશનના ભવનો, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન્સ, એર-કંડિશનિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ્સ, ઇમરજન્સી એક્ઝિટ (તાત્કાલિક બહાર નીકળવાના દ્વાર), અગ્નિશમન સાધનો, પાણીની ઉપલબ્ધતા, પમ્પિંગ વ્યવસ્થાઓ અને સ્પ્રિંકલર સિસ્ટમ્સ સહિતના તમામ મહત્વપૂર્ણ સુરક્ષા માળખાને આવરી લેવામાં આવશે. આ ઓડિટનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે રેલવે સ્ટેશનો આગની ઘટનાઓ સહિતની કોઈપણ કટોકટીની પરિસ્થિતિઓમાં અસરકારક રીતે સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ હોય.
આ ઓડિટ દ્વારા નિર્ધારિત ફાયર સેફ્ટી અને સિક્યુરિટીના ધોરણોના પાલનનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. નિરીક્ષણ પ્રક્રિયા દરમિયાન જે કોઈ પણ ખામીઓ માલૂમ પડશે તેને તાત્કાલિક સુધારાત્મક પગલાં દ્વારા દૂર કરવામાં આવશે.
વિવિધ વિભાગોના અધિકારીઓની બનેલી સંયુક્ત નિરીક્ષણ ટીમો (જોઇન્ટ ઇન્સ્પેક્શન ટીમ્સ) દ્વારા આ ઓડિટ હાથ ધરવામાં આવશે. જ્યાં પણ જરૂર જણાય ત્યાં વિશેષજ્ઞ એજન્સીઓ અને રાજ્યના ફાયર વિભાગોની પણ મદદ લેવામાં આવશે. ઓડિટ દરમિયાન ઓળખવામાં આવેલા સુધારાઓને સુરક્ષા તૈયારીઓને વધુ મજબૂત કરવા માટે અગ્રતાના ધોરણો પર હાથ ધરવામાં આવશે.
ભારતીય રેલવે તેના સમગ્ર નેટવર્કમાં સુરક્ષા અને સલામતીમાં સતત વધારો કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ફાયર સેફ્ટી ઓડિટ પહેલ રેલવે સ્ટેશનો પર સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા અને કટોકટીની સજ્જતામાં સુધારો કરવા તરફનું અન્ય એક મહત્વપૂર્ણ પગલું છે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2271390)
आगंतुक पटल : 9