આયુષ
azadi ka amrit mahotsav

નેશનલ કમિશન ફોર હોમિયોપેથી દ્વારા હોમિયોપેથી પર જવાબદાર જાહેર સંવાદની સલાહ અપાઈ; ચકાસાયેલી માહિતી પર વિશ્વાસ રાખવા હાકલ કરી


NCHએ હિતધારકોને હોમિયોપેથી અને રજિસ્ટર્ડ પ્રેક્ટિશનરો વિરુદ્ધ બદનક્ષીભર્યા, ભ્રામક અને અપ્રમાણિત નિવેદનોથી દૂર રહેવા વિનંતી કરી

प्रविष्टि तिथि: 10 JUN 2026 3:49PM by PIB Ahmedabad

નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) એ એક એડવાઇઝરી બહાર પાડીને તમામ હિતધારકો, મીડિયા સંગઠનો અને જાહેર જનતાને હોમિયોપેથી અને વિધિવત રીતે રજિસ્ટર્ડ (નોંધાયેલા) હોમિયોપેથિક પ્રેક્ટિશનરો સંબંધિત નિવેદનો આપતી વખતે જવાબદારીપૂર્વક વર્તવા વિનંતી કરી છે.

નેશનલ કમિશન ફોર હોમિયોપેથીના ચેરપર્સન ડૉ. તારકેશ્વર જૈને માહિતી આપી હતી કે, હોમિયોપેથીમાં શિક્ષણ, પ્રેક્ટિસ, વ્યાવસાયિક આચરણ અને નૈતિકતાના ધોરણોને નિયંત્રિત કરવા અને જાળવી રાખવાના તેના જનાદેશનો ઉપયોગ કરીને કમિશને હોમિયોપેથી અને તેના પ્રેક્ટિશનરોને નિશાન બનાવતા ગેરજવાબદાર અને અપ્રમાણિત નિવેદનો વિરુદ્ધ તારીખ 08.06.2026 ના રોજ ફાઇલ નંબર 27/2026-NCH દ્વારા એક પરિપત્ર બહાર પાડ્યો છે.

પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા પ્રસારિત કરવામાં આવી રહેલા અપમાનજનક, બદનક્ષીભર્યા, ભ્રામક અને અચકાસાયેલા નિવેદનોના કિસ્સાઓની ગંભીર નોંધ લેતા, કમિશને જાહેર સંવાદમાં તથ્યોની ચોકસાઈ અને જવાબદાર સંચારની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.

ડૉ. જૈને જણાવ્યું હતું કે, હોમિયોપેથી એ નેશનલ કમિશન ફોર હોમિયોપેથી એક્ટ, 2020 હેઠળ કાયદેસર રીતે માન્યતા પ્રાપ્ત તબીબી પ્રણાલી છે અને હોમિયોપેથિક દવાઓનું નિયમન ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 હેઠળ થાય છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે હોમિયોપેથીમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ કાર્યક્રમો કમિશન દ્વારા નિર્ધારિત સંરચિત શૈક્ષણિક માળખા હેઠળ ચલાવવામાં આવે છે, જેમાં NEET-લાયકાત ધરાવતા ઉમેદવારો દ્વારા જ પ્રવેશ આપવામાં આવે છે.

તેમણે ઉમેર્યું હતું કે રજિસ્ટર્ડ હોમિયોપેથિક પ્રેક્ટિશનરો નિર્ધારિત શિક્ષણ અને તાલીમના ધોરણોમાંથી પસાર થાય છે અને લાગુ પડતી વૈધાનિક તેમજ નિયમનકારી જોગવાઈઓ અનુસાર હોમિયોપેથીની પ્રેક્ટિસ કરવા માટે અધિકૃત છે.

કમિશને સંસ્થાઓ, વ્યાવસાયિક મંડળો, આરોગ્ય સંભાળ સંસ્થાઓ, મીડિયા સંગઠનો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વ્યક્તિઓને હોમિયોપેથી અથવા તેના પ્રેક્ટિશનરો અંગે જાહેર નિવેદનો આપતા પહેલા જરૂરી ખંત રાખવા અને તથ્યોની ચોકસાઈ સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.

એડવાઇઝરીમાં વધુમાં જણાવાયું છે કે કોઈ પણ વ્યક્તિગત પ્રેક્ટિશનરના વર્તન અંગેના કોઈપણ આરોપો, ફરિયાદો અથવા ચિંતાઓનો ઉકેલ વ્યવસાય વિરુદ્ધ સામાન્યીકૃત દાવાઓ દ્વારા નહીં, પરંતુ સ્થાપિત વૈધાનિક, નિયમનકારી, શિસ્ત અથવા ન્યાયિક પદ્ધતિઓ દ્વારા લાવવો જોઈએ.

હોમિયોપેથી અને રજિસ્ટર્ડ પ્રેક્ટિશનરોના ગૌરવ, અખંડિતતા અને કાયદેસરના સ્થાનની રક્ષા કરવા માટે કમિશનની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા ડૉ. જૈને જણાવ્યું હતું કે, પાયાવિહોણા, ભ્રામક અથવા બદનક્ષીભર્યા નિવેદનો ફેલાવવાના ઈરાદાપૂર્વકના કૃત્યો વિરુદ્ધ જ્યાં પણ જરૂરી જણાય ત્યાં કાનૂની આશરો લેવા સહિતની યોગ્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે.

નેશનલ કમિશન ફોર હોમિયોપેથી દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર

SM/BS/JD


(रिलीज़ आईडी: 2271296) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Tamil