માનવ સંસાધન વિકાસ મંત્રાલય
એનઈપી (NEP) 2020 ના 'આંતરરાષ્ટ્રીયકરણ વિઝન' ને પૂર્ણ કરવા તરફ મહત્વપૂર્ણ પગલું: કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ, યુનિવર્સિટી ઓફ યોર્ક અને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સને ભારતમાં કેમ્પસ સ્થાપવા માટે મંજૂરી પત્રો (લેટર્સ ઓફ અપ્રૂવલ) સોંપવામાં આવ્યા
મુંબઈ અને બેંગલુરુમાં કેમ્પસ વૈશ્વિક શિક્ષણ ભાગીદારી દ્વારા ભારતના જ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા (ઇનોવેશન) ના હોટસ્પોટ્સને મજબૂત કરશે
प्रविष्टि तिथि:
09 JUN 2026 6:00PM by PIB Ahmedabad
શિક્ષણ મંત્રાલયે આજે વિશ્વભરમાં પ્રતિષ્ઠિત એવી ત્રણ વિદેશી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, એટલે કે યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ, યુનિવર્સિટી ઓફ યોર્ક અને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સને ત્રણ મંજૂરી પત્રો (LoPs) જાહેર કર્યા છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની ગરિમામય ઉપસ્થિતિમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના ચેરમેન ડૉ. વિનીત જોશી દ્વારા આ મંજૂરી પત્રો સોંપવામાં આવ્યા હતા.

યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના એક્ઝિક્યુટિવ ડીન અને ડાયરેક્ટર સુશ્રી મિશેલ જોન્સ; યુનિવર્સિટી ઓફ યોર્કના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ચાર્લી જેફરી અને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સના ડેપ્યુટી વાઇસ ચાન્સેલર (શિક્ષણ અને વિદ્યાર્થી અનુભવ) પ્રોફેસર સારાહ મેડિસને રૂબરૂમાં ઉપસ્થિત રહીને આ મંજૂરી પત્રો (LoAs) સ્વીકાર્યા હતા.
આ સમારોહમાં બ્રિટિશ હાઈ કમિશન, ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન, બ્રિટિશ કાઉન્સિલ, શિક્ષણ મંત્રાલય, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તેમજ આ ત્રણેય યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ અને અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહને સંબોધતા શ્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉમેર્યું કે, યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ, યુનિવર્સિટી ઓફ યોર્ક અને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ દ્વારા ભારતમાં કેમ્પસની સ્થાપના એ એનઈપી (NEP) 2020 ના શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણના વિઝનને આગળ વધારવામાં અન્ય એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે જણાવ્યું કે આ સંસ્થાઓ ભારતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, વૈશ્વિક શિક્ષણ ભાગીદારી અને સંશોધન (રિસર્ચ) સહયોગને વધુ મજબૂત બનાવશે. તેમણે નોંધ્યું કે બ્રિસ્ટલ અને યોર્ક મુંબઈમાં પોતાના કેમ્પસ સ્થાપી રહ્યા છે, જ્યારે યુએનએસડબલ્યુ (UNSW) બેંગલુરુમાં પોતાનું કેમ્પસ સ્થાપી રહ્યું છે. આ યુનિવર્સિટીઓ ભારતના બે સૌથી ગતિશીલ જ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન હોટસ્પોટ્સ સાથે જોડાઈ રહી છે, જેમાં બેંગલુરુ વિશ્વના પૂર્વીય ભાગની નવી સિલિકોન વેલી છે. શ્રી પ્રધાને ત્રણેય યુનિવર્સિટીઓનું ભારતમાં સ્વાગત કર્યું હતું અને ભારતના વધતા વૈશ્વિક ઉચ્ચ શિક્ષણ ઇકોસિસ્ટમનો હિસ્સો બનવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ તેનું 'મુંબઈ એન્ટરપ્રાઈઝ કેમ્પસ' સ્થાપશે, જેમાં ઇમર્સિવ આર્ટ્સ, ફાઇનાન્સ, ડેટા સાયન્સ, ઇકોનોમિક્સ, બિઝનેસ મેનેજમેન્ટ, આંત્રપ્રિન્યોરશિપ અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં કાર્યક્રમો (કોર્સ) પ્રસ્તાવિત છે.
યુનિવર્સિટી ઓફ યોર્ક મુંબઈમાં તેનું પ્રથમ વિદેશી કેમ્પસ સ્થાપશે, જેમાં ફાઇનાન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કમ્પ્યુટર સાયન્સ, સાયબર સિક્યુરિટી, બિઝનેસ, ઇકોનોમિક્સ, ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝ અને મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં કોર્સ ઓફર કરવામાં આવશે.
યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ 'UNSW બેંગલુરુ' ની સ્થાપના કરશે, જે ઓગસ્ટ 2026 થી માન્યતા બિઝનેસ પાર્ક, બેંગલુરુ ખાતે શરૂ થવાનું આયોજન છે. આ કેમ્પસ બિઝનેસ, કમ્પ્યુટર સાયન્સ અને સાયબર સિક્યુરિટી જેવા ક્ષેત્રોમાં કાર્યક્રમો ઓફર કરશે, જ્યારે પુનઃપ્રાપ્ય ઊર્જા, આરોગ્ય, પરિવહન અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારત સાથે ઊંડા જોડાણને પણ સક્ષમ બનાવશે.

આ કેમ્પસની સ્થાપના એ એનઈપી (NEP) 2020 હેઠળના વ્યાપક આંતરરાષ્ટ્રીયકરણ એજન્ડાનો એક ભાગ છે, જે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં સર્વોચ્ચ વૈશ્વિક ધોરણો પ્રાપ્ત કરવા અને ભારતને વૈશ્વિક અભ્યાસ સ્થળ (ગ્લોબલ સ્ટડી ડેસ્ટિનેશન) તરીકે પ્રોત્સાહન આપવા પર ખૂબ ભાર મૂકે છે.
ભારતમાં વિદેશી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ સ્થાપવા અને તેના સંચાલન માટેના યુજીસી (UGC) ના નિયમો વિશ્વભરમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓને દેશમાં કેમ્પસ સ્થાપવા માટે સંસ્થાકીય સ્વાયત્તતા અને વૈશ્વિક ધોરણો જાળવી રાખીને એક પારદર્શક, સુવ્યવસ્થિત અને સમયબદ્ધ માળખું પૂરું પાડે છે.
આ કેમ્પસ ભારતમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત આંતરરાષ્ટ્રીય શિક્ષણની પહોંચ વધારશે, બંને પક્ષે શૈક્ષણિક ગતિશીલતા (એકેડેમિક મોબિલિટી) ને પ્રોત્સાહન આપશે, સંશોધન અને ઇનોવેશનને મજબૂત કરશે, ભારતીય વિદ્યાર્થીઓ માટે નવી તકો ઉભી કરશે અને યુનાઇટેડ કિંગડમ (UK) તેમજ ઓસ્ટ્રેલિયા સાથે ભારતની શૈક્ષણિક ભાગીદારીને ઊંડી બનાવશે તેવી અપેક્ષા છે.
આ પહેલ ભારતના નિયમનકારી અને શૈક્ષણિક ઇકોસિસ્ટમમાં અગ્રણી વૈશ્વિક સંસ્થાઓના વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, સર્વસમાવેશી તેમજ ભવિષ્ય માટે સજ્જ ઉચ્ચ શિક્ષણના લેન્ડસ્કેપના નિર્માણમાં યોગદાન આપે છે.

આજે યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ, યુનિવર્સિટી ઓફ યોર્ક અને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સને મંજૂરી પત્રો સોંપવાની સાથે, વિદેશી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટેના યુજીસીના નિયમો હેઠળ હવે પાંચ LoAs જાહેર કરવામાં આવ્યા છે, જેમાં યુનિવર્સિટી ઓફ સાઉધેમ્પટન અને યુનિવર્સિટી ઓફ લિવરપૂલનો પણ સમાવેશ થાય છે. યુનિવર્સિટી ઓફ સાઉધેમ્પટને શૈક્ષણિક સત્ર 2025-26 થી તેની શૈક્ષણિક કામગીરી અગાઉથી જ શરૂ કરી દીધી છે. યુજીસીએ સમગ્ર ભારતમાં કેમ્પસ સ્થાપવા માટે યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા, ઇટાલીની અન્ય વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત વિદેશી શૈક્ષણિક સંસ્થાઓને 10 લેટર્સ ઓફ ઇન્ટેન્ટ (LoIs) પણ જાહેર કર્યા છે. આ ઉપરાંત, ડીકિન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ અને ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટે ગિફ્ટ સિટી (GIFT City) માં અગાઉથી જ કામગીરી શરૂ કરી દીધી છે.
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2270927)
आगंतुक पटल : 28