યુવા બાબતો અને રમત મંત્રાલય
કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અંડર-18 હોકી એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરનાર પુરૂષ અને મહિલા ટીમોનું સન્માન કર્યું
प्रविष्टि तिथि:
08 JUN 2026 8:13PM by PIB Ahmedabad
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સોમવારે અહીં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) ના મુખ્ય મથક ખાતે, જાપાનમાં તાજેતરમાં જ સંપન્ન થયેલા અંડર-18 એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ ભારતની પુરૂષ અને મહિલા બંને હોકી ટીમોનું સન્માન કર્યું હતું.


કેપ્ટન કેતન કુશવાહાના નેતૃત્વમાં ભારતીય અંડર-18 પુરૂષ હોકી ટીમે શુક્રવારે કાકામીગાહરામાં રમાયેલી ફાઇનલમાં હોસ્ટ્સ જાપાનને 4-1થી હરાવીને અંડર-18 એશિયા કપ 2026ના ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું. કેન્દ્રીય રમતગમત મંત્રીએ પુરૂષ ટીમને INR 61.5 લાખનો ચેક એનાયત કર્યો હતો.
બીજી તરફ, કેપ્ટન સ્વીટી કુજુરના નેતૃત્વમાં ભારતીય અંડર-18 મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયા સામે 3-0થી શાનદાર વિજય મેળવીને અંડર-18 એશિયા કપમાં બ્રોન્ઝ મેડલ સુરક્ષિત કર્યો હતો. ડૉ. માંડવિયાએ મહિલા ટીમને પ્રોત્સાહન સ્વરૂપે INR 21 લાખનો ચેક એનાયત કર્યો હતો.
ડૉ. માંડવિયાએ પુરૂષ અને મહિલા બંને ટીમો માટે પ્રોત્સાહક શબ્દો શેર કરતા કહ્યું: “દેશનું નામ રોશન કરવા માટે બંને ટીમોએ જે સખત પરિશ્રમ કર્યો છે તે બદલ હું તેમને અભિનંદન આપવા માંગુ છું. સમગ્ર દેશને તમારા પર ગર્વ છે. હું તમને કહેવા માંગુ છું કે આ તો માત્ર શરૂઆત છે. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જેણે 13 ગોલ કર્યા છે તેણે 15 કે તેથી વધુ ગોલ કરવાનું વિચારવું જોઈએ. જેણે 10 ગોલ રોક્યા છે તેણે વિરોધી ટીમને એક પણ ગોલ ન કરવા દેવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તમે અભ્યાસ કરો કે રમતગમત રમો, તેમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા હોવી જોઈએ. તમારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ પ્રદર્શન કરતા રહો અને તમારા માતા-પિતા તથા હિતેચ્છુઓને ખુશ રાખો, તે જ તમારું લક્ષ્ય હોવું જોઈએ.”

ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ભારતને રમતગમતની મહાસત્તા (સ્પોર્ટ્સ સુપરપાવર) માં પરિવર્તિત કરવા માટે ભારત સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

રમતગમત મંત્રીએ પુરૂષ અને મહિલા ટીમમાં સર્વશ્રેષ્ઠ સ્કોરર બનેલા આશિષ તાની પૂર્તિ અને નૌશીન નાઝ તેમજ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં 10 ગોલ બચાવનાર સર્વશ્રેષ્ઠ ગોલકીપર આયુષ રજકનું પણ સન્માન કર્યું હતું.
રમતગમત મંત્રીએ ભારતીય હોકીના પૂર્વ કેપ્ટનો રાની રામપાલ અને સરદાર સિંહનું પણ સન્માન કર્યું હતું, જેઓ અંડર-18 એશિયા કપ માટે અનુક્રમે ભારતીય મહિલા અને પુરૂષ ટીમોના કોચ તરીકે સેવા આપી રહ્યા છે.
SM/NP/JD
(रिलीज़ आईडी: 2270478)
आगंतुक पटल : 8