પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ફિલિપાઇન્સના મિંડાનાઓ ખાતે આવેલા ધરતીકંપના કારણે થયેલી જાનહાનિ અને વિનાશ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું


પોસ્ટેડ ઓન: 08 JUN 2026 7:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિલિપાઇન્સના મિંડાનાઓ ખાતે આજે આવેલા ધરતીકંપના કારણે થયેલી જાનહાનિ અને વિનાશ પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી.

શ્રી મોદીએ ખાતરી આપી હતી કે ભારત ફિલિપાઇન્સના લોકો અને ત્યાંની સરકારની સાથે એકતામાં અડીખમ ઊભું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ફિલિપાઇન્સના મિંડાનાઓ ખાતે આજે આવેલા ધરતીકંપના કારણે થયેલી જાનહાનિ અને વિનાશથી અત્યંત દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હાર્દિક સંવેદના અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. ભારત ફિલિપાઇન્સના લોકો અને ત્યાંની સરકારની સાથે એકતામાં ઊભું છે. @bongbongmarcos"

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2270463) મુલાકાતી સંખ્યા : 61