પ્રધાનમંત્રીનું કાર્યાલય
ડૉ. સુભાષ સી. કશ્યપના નિધન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
04 JUN 2026 10:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ ડૉ. સુભાષ સી. કશ્યપના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ ડૉ. સુભાષ સી. કશ્યપના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ડૉ. કશ્યપ ભારતના અગ્રણી બંધારણીય વિદ્વાનોમાંના એક હતા જેમણે સંસદીય અને બંધારણીય વિમર્શમાં આપેલું પ્રદાન આપણા સમાજને સમૃદ્ધ બનાવે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમના લખાણો અને લોકશાહી સંસ્થાઓને મજબૂત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા નોંધપાત્ર હતી. પ્રધાનમંત્રીએ તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના પણ વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ ડૉ. સુભાષ સી. કશ્યપના અવસાનથી દુઃખી છું. તેઓ ભારતના અગ્રણી બંધારણીય વિદ્વાનોમાંના એક હતા જેમણે સંસદીય અને બંધારણીય વિમર્શમાં આપેલું પ્રદાન આપણા સમાજને સમૃદ્ધ બનાવે છે. તેમના લખાણો અને લોકશાહી સંસ્થાઓને મજબૂત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા નોંધપાત્ર હતી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2269145)
आगंतुक पटल : 10