સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ડ્રાફ્ટ ટેલિકોમ કન્ઝ્યુમર કમ્પ્લેઇન્ટ રિડ્રેસલ (ચોથો સુધારો) રેગ્યુલેશન, 2026 પર અભિપ્રાયો મેળવવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી
प्रविष्टि तिथि:
04 JUN 2026 2:21PM by PIB Ahmedabad
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ હિતધારકોની ટિપ્પણીઓ આમંત્રિત કરવા માટે ટ્રાઈ (TRAI) ની વેબસાઇટ પર 7 મે, 2026 ના રોજ 'ડ્રાફ્ટ ટેલિકોમ કન્ઝ્યુમર કમ્પ્લેઇન્ટ રિડ્રેસલ (ફોર્થ અમેન્ડમેન્ટ) રેગ્યુલેશન્સ, 2026' જાહેર કર્યા હતા. આ ડ્રાફ્ટ રેગ્યુલેશન્સ પર ટિપ્પણી/અભિપ્રાય સબમિટ કરવાની છેલ્લી તારીખ 5 જૂન, 2026 નક્કી કરવામાં આવી હતી.
ટિપ્પણીઓ સબમિટ કરવા માટે સમય લંબાવવા અંગે હિતધારકો અને તેમના સંગઠનો તરફથી મળેલી વિનંતીઓને ધ્યાનમાં રાખીને, આ ડ્રાફ્ટ સુધારા પર લેખિત અભિપ્રાય સબમિટ કરવાની છેલ્લી તારીખ 12 જૂન, 2026 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં, કેટલાક હિતધારકો દ્વારા વિનંતી કરાયા મુજબ, પ્રાપ્ત થયેલી અભિપ્રાયો પર પ્રતિ અભિપ્રાયો પણ સબમિટ કરી શકાશે. વળતી ટિપ્પણીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 19 જૂન, 2026 છે.
ડ્રાફ્ટ સુધારા પરના અભિપ્રાય અને પ્રતિ-અભિપ્રાય, જો કોઈ હોય તો, ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઇમેઇલ આઈડી: adv.ca@trai.gov.in પર મોકલી શકાય છે. કોઈપણ સ્પષ્ટતા અથવા વધુ માહિતી માટે, શ્રી વિવેક ખરે, એડવાઈઝર (CA) નો ઉપરોક્ત ઇમેઇલ સરનામે અથવા +91-11-20907772 પર સંપર્ક કરી શકાય છે.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2268825)
आगंतुक पटल : 17