પ્રધાનમંત્રીનું કાર્યાલય
ડેનમાર્કના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળવા બદલ પ્રધાનમંત્રીએ સુશ્રી મેટ્ટે ફ્રેડરિકસેનને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
03 JUN 2026 6:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુશ્રી મેટ્ટે ફ્રેડરિકસેનને સતત ત્રીજી મુદત માટે ડેનમાર્કના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત અને ડેનમાર્ક પરસ્પર વિશ્વાસ, સહિયારા મૂલ્યો અને ટકાઉ ભવિષ્ય માટેની સામાન્ય પ્રતિબદ્ધતા પર આધારિત એક સ્થાયી ભાગીદારી ધરાવે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ ભારત-ડેનમાર્ક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ (હરિત વ્યૂહાત્મક ભાગીદારી) ને વધુ મજબૂત કરવા અને લોકોના હિત માટે આ સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રધાનમંત્રી ફ્રેડરિકસેન સાથે નજીકથી કામ કરવા આતુર છે.
પ્રધાનમંત્રીએ એક્સ (X) પર પોસ્ટ કર્યું:
"મારા મિત્ર સુશ્રી મેટ્ટે ફ્રેડરિકસેનને સતત ત્રીજી અદ્ભુત મુદત માટે ડેનમાર્કના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન.
ભારત અને ડેનમાર્ક પરસ્પર વિશ્વાસ, સહિયારા મૂલ્યો અને ટકાઉ ભવિષ્ય માટેની સામાન્ય પ્રતિબદ્ધતા પર આધારિત એક સ્થાયી ભાગીદારી ધરાવે છે. હું ભારત-ડેનમાર્ક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધુ મજબૂત કરવા અને આપણા લોકોના હિત માટે આપણા સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રધાનમંત્રી ફ્રેડરિકસેન સાથે નજીકથી કામ કરવા આતુર છું.
@Statsmin"
SM/JY/JD
(રીલીઝ આઈડી: 2268640)
મુલાકાતી સંખ્યા : 7