આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રીમંડળે ઓડિશામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ પર રામેશ્વરથી પારાદીપ સુધીના નવા કોસ્ટલ હાઇવે (કોસ્ટલ હાઇવેનો એક ભાગ જે 2 પેકેજોમાં કુલ 163.180 કિમી લંબાઈ ધરાવે છે)નાં નિર્માણને મંજૂરી આપી

प्रविष्टि तिथि: 03 JUN 2026 3:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ આજે ​​ઓડિશામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડેલ (HAM) પર રામેશ્વરથી પારાદીપ સુધીના નવા કોસ્ટલ હાઇવેના નિર્માણને મંજૂરી આપી છે, જેની કુલ લંબાઈ 160.18 કિમી છે અને કુલ મૂડી ખર્ચ રૂ. 8300.79 કરોડ છે.

રામેશ્વરથી પારાદીપ સુધીના નવા કોસ્ટલ હાઇવેનો પ્રોજેક્ટ વિભાગ ઓડિશાના ખુર્દા, પુરી, કેન્દ્રપડા અને જગતસિંહપુર જિલ્લાઓમાંથી પસાર થાય છે. રાષ્ટ્રીય રાજમાર્ગ-16 (NH-16) નું હાલનું રોડ નેટવર્ક સુવર્ણ ચતુર્ભુજ (ગોલ્ડન ક્વાડ્રિલેટરલ) નો એક ભાગ છે અને તે મુખ્ય શહેરો ખોરધા, ભુવનેશ્વર અને કટકમાંથી પસાર થતો 6-લેનનો હાઇવે છે. હાલનો NH-316 ભુવનેશ્વર-પુરીને જોડે છે અને આગળ સાતપાડા અને કોણાર્ક તરફ લંબાય છે. પુરી-સાતપાડા અને પુરી-કોણાર્ક માર્ગો પર રસ્તાની હાલની ભૂમિતિ (જ્યોમેટ્રી) નબળી છે, જેમાં કોરિડોર પર લગભગ 40% રિબન ડેવલપમેન્ટ (રસ્તાની બંને બાજુએ ગીચ બાંધકામ) છે અને રસ્તાની બાજુએ સ્થાનિક મુસાફરોની અવરજવરનું સ્તર ઊંચું છે, જે લાંબા અંતરના વાહનોની સરળ અને કાર્યક્ષમ અવરજવર માટે આ કોરિડોરને અયોગ્ય બનાવે છે.

આ ત્વરિત પ્રોજેક્ટ્સ અંતર્ગત રામેશ્વરથી કોણાર્ક (પેકેજ-1) સુધી 4-લેન કન્ફિગરેશન અને કોણાર્કથી પારાદીપ (પેકેજ-2) સુધી પેવ્ડ શોલ્ડર સાથે 2-લેન બનાવવાની દરખાસ્ત છે, જે ઓડિશા રાજ્યના ખુર્દા, પુરી, કેન્દ્રપડા અને જગતસિંહપુર જિલ્લાઓમાં 100 કિમી/કલાકની ડિઝાઇન સ્પીડ અને બહેતર મુસાફરી કાર્યક્ષમતા સુનિશ્ચિત કરશે. આ પ્રોજેક્ટ પ્રાદેશિક ગતિશીલતામાં પણ વધારો કરશે અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.

આ પ્રોજેક્ટ્સ પીએમ ગતિશક્તિના સિદ્ધાંતોને અનુરૂપ છે અને 9 ઇકોનોમિક નોડ્સ (આર્થિક કેન્દ્રો) અને 5 લોજિસ્ટિક નોડ્સને જોડશે. આનાથી દેશના લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ (LPI) પર સકારાત્મક અસર પડશે.

પ્રોજેક્ટ પૂર્ણ થવા પર, રામેશ્વર અને પારાદીપ વચ્ચે મુસાફરીનો સમય આશરે 2 કલાક અને 30 મિનિટ જેટલો ઘટવાની અપેક્ષા છે, જ્યારે તે મુસાફરો અને માલવાહક વાહનો બંનેની અવરજવર માટે સુરક્ષિત, ઝડપી અને અવિરત કનેક્ટિવિટી પૂરી પાડશે. વધુમાં, આ પ્રોજેક્ટના પરિણામે ઇંધણના વપરાશ, કાર્બન ઉત્સર્જન અને વ્હીકલ ઓપરેટિંગ કોસ્ટ (VOC - વાહન સંચાલન ખર્ચ)માં નોંધપાત્ર ઘટાડો થશે.

કોરિડોરનો નકશો

અનુસૂચિ - I: પ્રોજેક્ટની વિગતો

વિગત

રામેશ્વર-કોણાર્ક 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ હાઇવે

કોણાર્ક-પારાદીપ પેવ્ડ શોલ્ડર સાથે 2-લેન

લંબાઈ (કિમી)

79.40

80.78

બ્રાઉનફિલ્ડ લંબાઈ (કિમી)

2.560

-

ગ્રીનફિલ્ડ લંબાઈ (કિમી)

76.840

80.78

કુલ સિવિલ ખર્ચ (રૂ. કરોડમાં)

3129.06

1566.02

જમીન અને અન્ય પ્રી-કન્સ્ટ્રક્શન ખર્ચ (રૂ. કરોડમાં)

751.62

668.13

કુલ મૂડી ખર્ચ (રૂ. કરોડમાં)

5304.80

2995.99

મોડ (પદ્ધતિ)

હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM)

હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM)

કુલ કન્સેશન સમયગાળો

17.5 વર્ષ (2.5 વર્ષ નિર્માણ + 15 વર્ષ O&M)

17.5 વર્ષ (2.5 વર્ષ નિર્માણ + 15 વર્ષ O&M)

આર્થિક કેન્દ્રો (Economic Nodes)

2 સેઝ (SEZ)- ભુવનેશ્વર, ખોરધા (ખંડગિરી); મેગા ફૂડ પાર્ક્સ- ભુવનેશ્વર; ફિશિંગ ક્લસ્ટર- પારાદીપ, કોણાર્ક, જગતસિંહપુર, પુરી, કેન્દ્રપડા; ફાર્મા ક્લસ્ટર- કટક.

 

લોજિસ્ટિક નોડ્સ

પુરી રેલવે સ્ટેશન, પુરી એરપોર્ટ, અસ્તરંગ પોર્ટ, પારાદીપ પોર્ટ અને MMLP - જગતસિંહપુર.

 

રોજગારી સર્જનની સંભાવના

53.61 લાખ મેન-ડેઝ (પ્રત્યક્ષ) અને 67.01 લાખ મેન-ડેઝ (પરોક્ષ)

 

નાણાકીય વર્ષ 2027-28 દરમિયાન અપેક્ષિત વાર્ષિક સરેરાશ દૈનિક ટ્રાફિક (AADT)

પેકેજ I : 10,437 PCU (9,236 PCU ટોલેબલ)

પેકેજ II : 7,249 PCU (6,369 PCU ટોલેબલ)

 

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2268380) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Odia , Tamil , Telugu , Kannada , Malayalam