ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના અધ્યક્ષ શ્રી રબી લામિછાનેના નેતૃત્વમાં નેપાળી પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી


કેન્દ્રીય ગૃહ મંત્રીએ ચૂંટણીમાં આરએસપી (RSP)ની જીત બદલ શ્રી લામિછાનેને અભિનંદન પાઠવ્યા અને નવી સરકારની સફળતા માટે ભારતની શુભેચ્છાઓ પાઠવી

બંને પક્ષોએ ભારત અને નેપાળ વચ્ચેના વિશેષ સંબંધોને વધારવા માટે સાથે મળીને કામ કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 02 JUN 2026 8:28PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના અધ્યક્ષ શ્રી રબી લામિછાનેના નેતૃત્વમાં નેપાળી પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી હતી.

ગૃહ મંત્રીની કચેરીએ એક્સ (X) પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ દ્વારા આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના અધ્યક્ષ શ્રી રબી લામિછાનેના નેતૃત્વમાં નેપાળી પ્રતિનિધિમંડળ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. માનનીય ગૃહ મંત્રીએ ચૂંટણીમાં આરએસપી (RSP) ની જીત બદલ શ્રી લામિછાનેને અભિનંદન પાઠવ્યા હતા અને નવી સરકારની સફળતા માટે ભારતની શુભેચ્છાઓ પાઠવી હતી. બંને પક્ષોએ ભારત અને નેપાળ વચ્ચેના વિશેષ સંબંધોને વધારવા માટે સાથે મળીને કામ કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.”

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2268157) आगंतुक पटल : 60
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Tamil , Malayalam