પ્રધાનમંત્રીનું કાર્યાલય
સુરત, ગુજરાતમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ અંગે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીએ પીએમએનઆરએફ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
પોસ્ટેડ ઓન:
02 JUN 2026 7:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સુરત જિલ્લામાં થયેલી દુર્ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને સત્તાવાળાઓ અકસ્માત સ્થળે તમામ સંભવિત સહાય પૂરી પાડી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી પ્રત્યેક મૃતકના નજીકના સગાને ₹2 લાખની એક્સ-ગ્રેશિયા આપવાની જાહેરાત કરી છે. શ્રી મોદીએ એ પણ નોંધ્યું હતું કે આ ઘટનામાં ઈજા પામેલા લોકોને ₹50,000 આપવામાં આવશે.
પ્રધાનમંત્રીએ એક્સ (X) પર પોસ્ટ કર્યું: "ગુજરાતના સુરત જિલ્લામાં થયેલી દુર્ઘટના વિશે જાણીને ઘણું દુઃખ થયું છે. પોતાના સ્વજનો ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદનાઓ. ઈજાગ્રસ્તો વહેલી તકે સાજા થાય તેવી કામના. બચાવ કામગીરી ચાલી રહી છે અને સત્તાવાળાઓ અકસ્માત સ્થળે તમામ સંભવિત સહાય પૂરી પાડી રહ્યા છે. પીએમએનઆરએફ (PMNRF) માંથી પ્રત્યેક મૃતકના નજીકના સગાને ₹2 લાખની સહાયની રકમ (એક્સ-ગ્રેશિયા) આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને ₹50,000 આપવામાં આવશે: પીએમ"
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2268115)
મુલાકાતી સંખ્યા : 26