ચૂંટણી આયોગ
ECIએ તેના કાનૂની માળખાને વધુ મજબૂત કરવા માટે ECI કાઉન્સિલ્સની નેશનલ કોન્ફરન્સ 2026 બોલાવી
પોસ્ટેડ ઓન:
31 MAY 2026 5:57AM by PIB Ahmedabad
મુખ્ય ચૂંટણી કમિશનર (ચીફ ઇલેક્શન કમિશનર) શ્રી જ્ઞાનેશ કુમારે, ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીની ઉપસ્થિતિમાં, આજે નવી દિલ્હીના IIIDEM ખાતે ભારતીય ચૂંટણી પંચ (ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા - ECI)નું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સિલર્સ (વકીલો) ની 2જી નેશનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ECIના કાનૂની માળખા અને વ્યૂહરચનાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ કોન્ફરન્સમાં દેશભરની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા) અને વિવિધ વડી અદાલતો (હાઇકોર્ટ્સ) સમક્ષ પંચનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ પંચના CEOs અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ભાગ લીધો હતો.
કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, “નિષ્પક્ષ મતદારયાદી જ નિષ્પક્ષ ચૂંટણી તરફ દોરી જાય છે. આજે આ જ મહત્વની ક્ષણ છે અને ભારત તેમાં સામેલ છે.” તેમણે BLOs અને BLAsને મતદારયાદી વ્યવસ્થાપનના અગ્રેસર સૈનિકો (ફૂટ સોલ્જર્સ) ગણાવીને બિરદાવ્યા હતા અને તાજેતરમાં સંપન્ન થયેલી આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓમાં મતદારોની ઐતિહાસિક ભાગીદારી બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ ચૂંટણીઓ દરમિયાન જોવા મળેલા ઉચ્ચ સ્તરના સ્પર્ધાત્મક વાતાવરણ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે દેશભરની અદાલતો સમક્ષ પંચનું પ્રતિનિધિત્વ કરવા માટે વકીલોના સમર્પિત પ્રયાસોની પ્રશંસા કરી હતી.
કોન્ફરન્સમાં ચૂંટણી કમિશનર (EC) ડૉ. સુખબીર સિંહ સંધુએ જણાવ્યું હતું કે આ એક દિવસીય કોન્ફરન્સ દેશભરમાં ECI અને તેના કાનૂની પ્રતિનિધિઓ વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવશે. તેમની ટિપ્પણીમાં, ચૂંટણી કમિશનર (EC) ડૉ. વિવેક જોશીએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ અનુભવોના આદાનપ્રદાન અને ઉભરતા કાનૂની પડકારો પર વિચાર-વિમર્શ માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરો પાડશે, જે ગતિશીલ ચૂંટણી વાતાવરણમાં ચૂંટણીની અખંડિતતાને વધુ મજબૂત કરવા અને જાળવી રાખવા માટે અસરકારક કાનૂની વ્યૂહરચનાઓ ઘડવામાં સક્ષમ બનાવશે.
આ કોન્ફરન્સ, જે “અ યર ઓફ લીગલ ચેલેન્જર્સ, એક્સપિરીયન્સ, લર્નિંગ્સ એન્ડ ધ વે ફોરવર્ડ”ની થીમ પર કેન્દ્રિત છે, તે પંચ અને દેશભરના કાનૂની વ્યાવસાયિકો વચ્ચે સંવાદ અને આદાનપ્રદાન માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
કોન્ફરન્સના ભાગરૂપે, મુખ્ય ચૂંટણી પ્રક્રિયાઓ જેવી કે મતદારયાદી વ્યવસ્થાપન, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR - ખાસ સઘન સુધારણા), મતદાન અને મતગણતરી પ્રક્રિયાઓ અને EVM પ્રદર્શનો પર ઇન્ટરેક્ટિવ સત્રો યોજાયા હતા. વકીલો દ્વારા અનુભવોની વહેંચણીના સત્રો સાથે ચૂંટણી કાયદા, અદાલતી કાર્યવાહી, કાનૂની સુધારાઓ, સંસ્થાકીય સંકલન, મીડિયા નેરેટિવ્સની ભૂમિકા અને ECINET સહિત ECIની ટેકનોલોજી આધારિત પહેલો પરની ચર્ચાઓએ ચૂંટણી અને કાનૂની પરિદ્રશ્યમાં ઉભરતા મુદ્દાઓની તપાસ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.
વર્ષ 2025માં યોજાયેલી ECI કાઉન્સિલ્સની નેશનલ કોન્ફરન્સના પરિણામોના આધારે, આ કોન્ફરન્સ થયેલી પ્રગતિની સમીક્ષા કરવાની, આંતરદૃષ્ટિનું આદાનપ્રદાન કરવાની અને પંચના કાનૂની માળખાને વધુ મજબૂત કરવા માટેની પ્રાથમિકતાઓને ઓળખવાની તક પૂરી પાડે છે.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2267167)
મુલાકાતી સંખ્યા : 16