પ્રધાનમંત્રીનું કાર્યાલય
યુ.એસ. વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
વિદેશ મંત્રી રૂબિયોએ દ્વિપક્ષીય સહયોગમાં સતત થઈ રહેલી પ્રગતિ વિશે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા
વિદેશ મંત્રી રૂબિયોએ વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર યુએસ (US)નો પરિપ્રેક્ષ્ય શેર કર્યો
પ્રધાનમંત્રીએ શાંતિના પ્રયાસો માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો અને સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટેના આહ્વાનને દોહરાવ્યું
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
23 MAY 2026 4:25PM by PIB Ahmedabad
યુ.એસ. વિદેશમંત્રીએ, મહામહિમ શ્રી માર્કો રૂબિયોએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
વિદેશ મંત્રી રૂબિયોએ પ્રધાનમંત્રીને સંરક્ષણ, વ્યૂહાત્મક તકનીકો (સ્ટ્રેટેજિક ટેકનોલોજી), વેપાર અને રોકાણ, ઊર્જા સુરક્ષા, કનેક્ટિવિટી, શિક્ષણ અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધો સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં થઈ રહેલી સતત પ્રગતિ વિશે માહિતગાર કર્યા હતા.
વિદેશ મંત્રી રૂબિયોએ પશ્ચિમ એશિયાની સ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર યુએસ (U.S.) નો પરિપ્રેક્ષ્ય શેર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ શાંતિના પ્રયાસો માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો અને સંવાદ તેમજ મુત્સદ્દીગીરી (ડિપ્લોમસી) દ્વારા સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટેનું આહ્વાન દોહરાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ વિદેશ મંત્રી રૂબિયોને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુધી તેમની હાર્દિક શુભેચ્છાઓ પહોંચાડવા વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ તેમની સાથે સતત સંવાદ જાળવી રાખવા માટે ઉત્સુક છે.
IJ/DK/JD
(રીલીઝ આઈડી: 2264530)
મુલાકાતી સંખ્યા : 17