સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
"ભારતમાં પબ્લિક વાઇ-ફાઇ નેટવર્ક્સના પ્રસાર" પરના કન્સલ્ટેશન પેપર પર ટિપ્પણીઓ (કોમેન્ટ્સ) અને પ્રત્યુત્તર-ટિપ્પણીઓ (કાઉન્ટર-કોમેન્ટ્સ) મેળવવા માટેની સમય મર્યાદા લંબાવવામાં આવી
પોસ્ટેડ ઓન:
22 MAY 2026 3:15PM by PIB Ahmedabad
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એ 27 એપ્રિલ 2026 ના રોજ "ભારતમાં પબ્લિક વાઇ-ફાઇ નેટવર્ક્સના પ્રસાર" પર એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું. આ કન્સલ્ટેશન પેપરમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ટિપ્પણીઓ અને પ્રત્યુત્તર-ટિપ્પણીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ અનુક્રમે 25 મે 2026 અને 08 જૂન 2026 નક્કી કરવામાં આવી હતી.
ઉદ્યોગ મંડળો (ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સ) અને હિતધારકો તરફથી ટિપ્પણીઓ સબમિટ કરવાની તારીખ લંબાવવા માટે મળેલી વિનંતીઓને ધ્યાનમાં રાખીને, ટિપ્પણીઓ અને પ્રત્યુત્તર-ટિપ્પણીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ લંબાવીને અનુક્રમે 1 જૂન 2026 અને 15 જૂન 2026 સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ટિપ્પણીઓ અને પ્રત્યુત્તર-ટિપ્પણીઓ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં advbbpa@trai.gov.in પર મોકલી શકાય છે, જેની એક નકલ jtadvbbpa-1@trai.gov.in પર મોકલવાની રહેશે. કોઈપણ સ્પષ્ટતા/માહિતી માટે, ટ્રાઈ (TRAI) ના એડવાઈઝર (બ્રોડબેન્ડ એન્ડ પોલિસી એનાલિસિસ) ડૉ. અબ્દુલ કયૂમનો ટેલિફોન નંબર +91-11 20907757 પર સંપર્ક કરી શકાય છે.
IJ/NP/JD
(રીલીઝ આઈડી: 2264120)
મુલાકાતી સંખ્યા : 18