સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
જીવન (JEEVAN) એપ અને શતાયુ (SHATAYU) ગેરિયાટ્રિક કેરગિવર ડેશબોર્ડનું લોન્ચિંગ
પોસ્ટેડ ઓન:
22 MAY 2026 2:20PM by PIB Ahmedabad
સામાજિક ન્યાય અને સત્તાધિકાર મંત્રાલય દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે "જીવન" (JEEVAN - જોઈન્ટ એલ્ડરલી એમ્પાવરમેન્ટ એન્ડ વર્ચ્યુઅલ આસિસ્ટન્સ નેટવર્ક) મોબાઈલ એપ્લિકેશન અને "શતાયુ" (SHATAYU - સિનિયર હોલિસ્ટિક કેર આસિસ્ટન્સ એન્ડ ટ્રેનિંગ ફોર યોર યુટિલિટી) ગેરિયાટ્રિક કેરગિવર ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યું.
ટેકનોલોજી કેરગિવિંગ સપોર્ટ (સંભાળ સહાય) દ્વારા વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા, સંભાળ, ગૌરવ અને સત્તાધિકાર તેમજ વડીલોની સંભાળની ઇકોસિસ્ટમને સક્ષમ બનાવવા તરફ એક પ્રગતિશીલ પગલું.
દેશભરમાં વરિષ્ઠ નાગરિકો માટેની સહાય પ્રણાલીઓને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ પહેલમાં, માનનીય કેન્દ્રીય સામાજિક ન્યાય અને સત્તાધિકાર મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમારે આજે "જીવન" (જોઈન્ટ એલ્ડરલી એમ્પાવરમેન્ટ એન્ડ વર્ચ્યુઅલ આસિસ્ટન્સ નેટવર્ક) મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે, જે ભારતમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા, કલ્યાણ, આરોગ્યસંભાળ સુધીની પહોંચ અને સામાજિક સમાવેશીકરણને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવેલ એક સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ છે.
આ એપ વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતો અને ચિંતાઓને સંબોધવાના ઉદ્દેશ્યથી વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે, જેમાં સરકારી યોજનાઓ અને કલ્યાણકારી કાર્યક્રમો વિશેની માહિતી, કટોકટીની સહાય અને સહાયક સેવાઓ, તેમજ સામાજિક ન્યાય અને સત્તાધિકાર વિભાગ દ્વારા સમર્થિત વરિષ્ઠ નાગરિક ગૃહોની વિગતોનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મને વૃદ્ધ વપરાશકર્તાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ, સરળ નેવિગેશન અને એક્સેસિબિલિટી (પહોંચનીયતા) સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
દેશભરમાં વરિષ્ઠ નાગરિકો માટે સંભાળ રાખવાની (કેરગિવિંગ) સેવાઓને સમર્થન અને મજબૂત કરવા માટે વિકસાવવામાં આવેલ અન્ય એક એપ્લિકેશન "શતાયુ" (સિનિયર હોલિસ્ટિક કેર આસિસ્ટન્સ એન્ડ ટ્રેનિંગ ફોર યોર યુટિલિટી) ડેશબોર્ડ પણ "એક સુવ્યવસ્થિત કેર ઇકોનોમીનું નિર્માણ" વિષય પરની રાષ્ટ્રીય કાર્યશાળા (નેશનલ વર્કશોપ) દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું.
IJ/NP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2264064)
મુલાકાતી સંખ્યા : 34