સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય 22 મે 2026 ના રોજ "સુવ્યવસ્થિત કેર ઇકોનોમીનું નિર્માણ" વિષય પર વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરશે


કેન્દ્રીય મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમાર વરિષ્ઠ નાગરિકો માટે 'JEEVAN' એપ અને કેરગિવર (સંભાળ રાખનાર) ડેશબોર્ડ લોન્ચ કરશે

પોસ્ટેડ ઓન: 21 MAY 2026 12:23PM by PIB Ahmedabad

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ, 22 મે, 2026 ના રોજ સવારે 10:00 વાગ્યે સુવ્યવસ્થિત કેર ઇકોનોમી (સંભાળ અર્થતંત્ર) નું નિર્માણ વિષય પર એક વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરશે.

કાર્યક્રમની શરૂઆત સંયુક્ત સચિવ (વરિષ્ઠ નાગરિકો) ના સ્વાગત પ્રવચનથી થશે, ત્યારબાદ સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના સચિવ શ્રી સુધાંશ પંત સંબોધન કરશે.

માનનીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્મા અને માનનીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી શ્રી રામદાસ અઠાવલે પણ સહભાગીઓને સંબોધિત કરશે.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ માનનીય કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે 'JEEVAN' એપ અને કેરગિવર (સંભાળ રાખનાર) ડેશબોર્ડનું લોન્ચિંગ હશે. ડૉ. વિરેન્દ્ર કુમાર મુખ્ય સંબોધન કરશે, જેમાં વરિષ્ઠ નાગરિકો માટે સંભાળ ઇકોસિસ્ટમને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી મંત્રાલયની પહલોની રૂપરેખા આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં કર્ણાટક અને કેરળ રાજ્યો તરફથી કેર ઇકોનોમી (સંભાળ અર્થતંત્ર) માં શ્રેષ્ઠ પદ્ધતિઓ પર પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગહન ચર્ચા માટે ચાર વિષયોની (થીમેટિક) ઓળખ કરવામાં આવી છે. સહભાગીઓ નિયુક્ત વર્ચ્યુઅલ ચર્ચા હોલમાં જોડાશે, જ્યાં મોડરેટર્સ, પેનલિસ્ટ્સ અને પ્રતિષ્ઠિત વક્તાઓ મુખ્ય નીતિગત મુદ્દાઓ, અમલીકરણની ખામીઓ, ઉભરતી પહલો, શ્રેષ્ઠ પદ્ધતિઓ અને નિર્ધારિત સમયસીમા સાથેની નક્કર ભલામણો પર ચર્ચા-વિચારણા કરશે.

આ પહલનો ઉદ્દેશ્ય ભારતની વધતી જતી વૃદ્ધ વસ્તીની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ટેકનોલોજી અને સામુદાયિક ભાગીદારીનો લાભ લઈને સંભાળ સેવાઓ માટે એક વ્યાપક માળખું વિકસાવવાનો છે.

IJ/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2263622) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Bengali , Kannada