વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ભારત અને નોર્વે નવા દ્વિપક્ષીય કરારો દ્વારા વ્યૂહાત્મક વિજ્ઞાન અને નવીનતા ભાગીદારીને વધુ ગાઢ બનાવશે
ભારત સરકારના કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ વિભાગે નોર્વેમાં ક્લીન એનર્જી, ઓફશોર વિન્ડ, સસ્ટેનેબિલિટી, જીઓસાયન્સ અને શૈક્ષણિક સહયોગને આવરી લેતા પાંચ મુખ્ય કરારો પર હસ્તાક્ષર કર્યા
પોસ્ટેડ ઓન:
19 MAY 2026 12:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની નોર્વે મુલાકાત દરમિયાન ભારત અને નોર્વે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવતા, ભારત સરકારના કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ વિભાગ (DSIR) એ 18 મે 2026ના રોજ ઓસ્લોમાં અગ્રણી નોર્વેજીયન સંશોધન, શૈક્ષણિક અને ઔદ્યોગિક સંગઠનો સાથે મહત્વપૂર્ણ કરારોની શ્રેણી પર હસ્તાક્ષર કર્યા. આ કરારો વિજ્ઞાન, ટેકનોલોજી, નવીનતા અને ટકાઉ વિકાસમાં સહયોગને મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યા હતા.
આ કરારો પર DSIR/CSIR વતી CSIRના ડાયરેક્ટર જનરલ અને DSIRના સેક્રેટરી ડૉ. એન. કલાઈસેલ્વી તેમજ ભાગીદાર નોર્વેજીયન સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સહયોગનો ઉદ્દેશ્ય બંને દેશોમાં સંસ્થાકીય ભાગીદારી, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ જોડાણ, શૈક્ષણિક સહકાર અને ટકાઉ વિકાસની પહેલને પ્રોત્સાહન આપવાની સાથે સંશોધન, નવીનતા અને ટેકનોલોજી વિકાસમાં ભારત-નોર્વે જોડાણોને વિસ્તૃત કરવાનો છે.
DSIR/CSIR અને રિસર્ચ કાઉન્સિલ ઓફ નોર્વે (RCN) વચ્ચેના સમજૂતી કરાર (MoU) સંશોધન, ટેકનોલોજી વિકાસ, નવીનતા અને ક્ષમતા નિર્માણમાં સહયોગ વધારવા માંગે છે. આ કરાર આબોહવા, ક્લીન એનર્જી, સમુદ્ર અને આરોગ્ય સહિતના વૈશ્વિક પડકારો અને ટકાઉ વિકાસ લક્ષ્યો સંબંધિત ક્ષેત્રોમાં સંયુક્ત કાર્યશાળાઓ, સહયોગી R&D પ્રોજેક્ટ્સ, વૈજ્ઞાનિકો અને સંશોધકોની મુલાકાતોના વિનિમય, કાર્યક્રમ-વિશિષ્ટ અમલીકરણ વ્યવસ્થાઓ અને સામયિક સમીક્ષા પદ્ધતિઓની કલ્પના કરે છે.
CSIR એ નોર્વેની અગ્રણી સ્વતંત્ર સંશોધન સંસ્થા, સ્ટિફટેલસેન સિન્ટેફ (SINTEF) સાથે બે સંસ્થાઓ વચ્ચેના અસ્તિત્વમાં રહેલા 2014 MoUના માળખા હેઠળ સહયોગ કરાર (2026–2029) પર પણ હસ્તાક્ષર કર્યા હતા. આ સહકાર બાયો-આધારિત પ્રક્રિયાઓ અને સામગ્રી, ઇનોવેશન હબ, ઓફશોર વિન્ડ અને હાઇબ્રિડ સિસ્ટમ્સ સહિત ઓશન એનર્જી, કાર્બન કેપ્ચર, સ્ટોરેજ અને યુટિલાઇઝેશન તેમજ વેસ્ટ વેલોરાઇઝેશન જેવા ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધન અને નવીનતા કાર્યક્રમો દ્વારા સર્ક્યુલારિટી અને સસ્ટેનેબિલિટી ટ્રાન્ઝિશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
CSIR સંસ્થાઓ અને SINTEF સંસ્થાઓ વચ્ચે ઓશન એનર્જી અને ઓફશોર વિન્ડ એનર્જી પર પ્રોજેક્ટ વિશિષ્ટ સહયોગ કરાર પર વધુ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારમાં CSIR-સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (CSIR-SERC), CSIR-નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (CSIR-NAL), CSIR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનગ્રાફી (CSIR-NIO) અને CSIR-ફોર્થ પેરાડાઈમ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-4PI), તેમજ SINTEF ઓશન, SINTEF ડિજિટલ, FME નોર્થવિન્ડ અને SINTEF કોમ્યુનિટી સામેલ છે. આ સહયોગનો ઉદ્દેશ્ય ઓફશોર રિન્યુએબલ એનર્જી ટેકનોલોજીમાં ભારતની ક્ષમતાને મજબૂત કરવાનો અને રાષ્ટ્રીય રિન્યુએબલ એનર્જી અને કાર્બન ન્યુટ્રાલિટી લક્ષ્યોમાં યોગદાન આપવાનો છે. સંયુક્ત કાર્યક્રમ ફ્લોટિંગ ઓફશોર વિન્ડ ટેકનોલોજી, એનર્જીના લેવલાઈઝ્ડ કોસ્ટ (LCOE) માં ઘટાડો, ટકાઉપણું અને ESG વિષયો, માનકીકરણ, પાઇલટ પ્રદર્શનો, કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્રોજેક્ટ માટે CSIR ફંડિંગ સપોર્ટ આશરે ₹341 લાખ છે.

ડૉ. એન. કલાઈસેલ્વી, DG, CSIR અને સેક્રેટરી, DSIR સાથે:
a) પ્રોફેસર ટોર ગ્રાન્ડે, રેક્ટર, NTNU; b) ડૉ. એલેક્ઝાન્ડ્રા બેચ જોર્વ, CEO સ્ટિફટેલસેન સિન્ટેફ (SINTEF); c) સુશ્રી એની કેજર્સ્ટી ફાહલવિક, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, રિસર્ચ કાઉન્સિલ ઓફ નોર્વે; અને d) ડૉ. એન્ડ્રેસ એ પ્લાફહબર, CEO એમરાલ્ડ
CSIR, એકેડેમી ઓફ સાયન્ટિફિક એન્ડ ઇનોવેટિવ રિસર્ચ (AcSIR) અને નોર્વેજીયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (NTNU) વચ્ચે "સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન કોઓપરેશન ફોર ધ ગ્રીન શિફ્ટ" શીર્ષક હેઠળના હેતુના સંયુક્ત જાહેરનામા (Joint Declaration of Intent) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ જાહેરનામું ટકાઉપણું, સર્ક્યુલર ઇકોનોમી, સમુદ્ર વિજ્ઞાન અને ટેકનોલોજી, હેલ્થકેર અને સિવિલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સહયોગ વિદ્યાર્થી અને ફેકલ્ટી ગતિશીલતા, સંયુક્ત સંશોધન પ્રવૃત્તિઓ, શૈક્ષણિક વિનિમય, સેમિનાર અને સહયોગી શૈક્ષણિક કાર્યક્રમોની કલ્પના કરે છે.
અન્ય એક નોંધપાત્ર વિકાસમાં, CSIR-નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-NGRI) એ ભારતમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે જીઓસાયન્સ-આધારિત ઉકેલો માટે વૈજ્ઞાનિક અને વ્યાપારિક સહયોગ સ્થાપિત કરવા માટે એમરાલ્ડ જીઓમોડેલિંગ સાથે પાંચ વર્ષના સમજૂતી કરાર (MoU) કર્યા છે. આ સહયોગમાં સંયુક્ત R&D પ્રોજેક્ટ્સ, જીઓફિઝિકલ સર્વે પ્લાનિંગ, ડેટા એનાલિસિસ અને મોડેલિંગ, ટેકનિકલ એડવાઇઝરી સપોર્ટ અને વૈજ્ઞાનિક કાર્યક્રમો તેમજ તાલીમ કાર્યક્રમોનું આયોજન સામેલ છે.
આ કરારો વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા ક્ષેત્રે ભારત-નોર્વે સહયોગમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને તે બંને દેશો વચ્ચે સહયોગી સંશોધન, નવીનતા-સંચાલિત ટકાઉ વિકાસ તથા લાંબા ગાળાની સંસ્થાકીય ભાગીદારીને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.
IJ/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2262696)
મુલાકાતી સંખ્યા : 15