ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
શ્રી સૌરભ વિજયે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકેનો કાર્યભાર સંભાળ્યો
પોસ્ટેડ ઓન:
18 MAY 2026 4:06PM by PIB Ahmedabad
શ્રી સૌરભ વિજયે સોમવારે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ મહારાષ્ટ્ર કેડરના 1998 બેચના IAS અધિકારી છે.

IIT-દિલ્હીના સિવિલ એન્જિનિયર, તેમણે મહારાષ્ટ્ર સરકાર અને ભારત સરકારમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા છે.
UIDAIમાં જોડાતા પહેલા તેઓ મહારાષ્ટ્ર સરકારના નાણા વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી (ખર્ચ) હતા. કેડરમાં તેમની અગાઉની અસાઇનમેન્ટ્સમાં મહારાષ્ટ્રના પ્રિન્સિપલ સેક્રેટરી પ્લાનિંગ અને ડેવલપમેન્ટ કમિશનર, પ્રિન્સિપલ સેક્રેટરી પ્રવાસન, સેક્રેટરી તબીબી શિક્ષણ, સેક્રેટરી ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વગેરેનો સમાવેશ થાય છે.
તેમણે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ સચિવાલય ખાતે ડાયરેક્ટર તરીકે અને વોશિંગ્ટન ડી.સી.માં વર્લ્ડ બેંક ખાતે બાંગ્લાદેશ, ભૂટાન, ભારત અને શ્રીલંકા માટેના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના એડવાઇઝર (સલાહકાર) સહિતના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભૂમિકાઓમાં કેન્દ્રીય ડેપ્યુટેશન પર સેવા આપી છે.
IJ/DK/JD
(રીલીઝ આઈડી: 2262312)
મુલાકાતી સંખ્યા : 15