પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં 'ધ આર્ટ ઓફ લિવિંગ'ની 45મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન તેમના સંબોધનની મુખ્ય વિશેષતાઓ શેર કરી
प्रविष्टि तिथि:
10 MAY 2026 3:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં 'ધ આર્ટ ઓફ લિવિંગ'ની 45મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન તેમના સંબોધનની મુખ્ય વિશેષતાઓ શેર કરી છે.
X પોસ્ટની શ્રેણીમાં, શ્રી મોદીએ કહ્યું;
“સેવા એ આપણા સમાજનું સ્વાભાવિક ચરિત્ર છે. પેઢી દર પેઢી આ આપણને પ્રેરિત કરવાની સાથે ઊર્જાવાન બનાવતું આવ્યું છે. આર્ટ ઓફ લિવિંગના દરેક પ્રયાસમાં આ જ ભાવનાનું પ્રતિબિંબ જોવા મળે છે.”
“મારું હંમેશાથી એવું માનવું રહ્યું છે કે કોઈપણ સરકાર ત્યારે જ સફળ થઈ શકે છે, જ્યારે સમાજ સ્વયં રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદારી નિભાવે છે. સ્વચ્છ ભારત અભિયાન જેવા અનેક કાર્યક્રમો તેના મોટા ઉદાહરણો છે.”
“દેશની અનેક સિદ્ધિઓ પાછળ આપણા યુવાનોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને આનંદ છે કે આર્ટ ઓફ લિવિંગ આધુનિક યુગના પડકારોના ઉકેલો શોધવામાં તેમની મદદ કરી રહ્યું છે.”
“ભારતના હોલિસ્ટિક ડેવલપમેન્ટ (સર્વાંગી વિકાસ) માટે અનેક સ્તરો પર સામૂહિક પ્રયાસની જરૂર છે. આર્ટ ઓફ લિવિંગ જેવી સંસ્થાઓ વધુ શક્તિ સાથે આ પરિવર્તનના પ્રહરી બની શકે છે.”
SM/JY/JD
(रिलीज़ आईडी: 2259525)
आगंतुक पटल : 61
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada