સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

વાઈસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન નૌકાદળના વડા તરીકે નિયુક્ત

પોસ્ટેડ ઓન: 09 MAY 2026 7:22AM by PIB Ahmedabad

સરકારે વાઈસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન, PVSM, AVSM, VSMની નૌકાદળના વડા તરીકે નિમણૂક કરી છે. નૌકાદળના વર્તમાન વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી, PVSM, AVSM, NM, મે 31, 2026ના રોજ સેવામાંથી નિવૃત્ત થશે.

વાઈસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથને જુલાઈ 31, 25ના રોજ વેસ્ટર્ન નેવલ કમાન્ડના 34મા ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ફ્લેગ ઓફિસર જુલાઈ 01, 87ના રોજ ભારતીય નૌકાદળમાં કાર્યરત થયા હતા અને તેઓ કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક વોરફેરના નિષ્ણાત છે. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલા; જોઈન્ટ સર્વિસીસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ, શ્રિવેનહામ, યુનાઈટેડ કિંગડમ; કોલેજ ઓફ નેવલ વોરફેર, કરંજા; અને યુનાઈટેડ સ્ટેટ્સ નેવલ વોર કોલેજ, ન્યુપોર્ટ, રોડ આઈલેન્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ મેળવનાર એડમિરલે તેમની નૌકાદળની કારકિર્દીમાં મિસાઈલ જહાજો INS વિધુત અને વિનાશ; મિસાઈલ કોર્વેટ INS કુલિશ; ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS મૈસુર અને એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્યના કમાન્ડ સહિત અનેક મહત્વપૂર્ણ ઓપરેશનલ, સ્ટાફ અને તાલીમ નિમણૂકો સંભાળી છે.

રીઅર એડમિરલના રેન્ક પર બઢતી મળતા, તેમણે મુખ્ય મથક, સધર્ન નેવલ કમાન્ડ, કોચી ખાતે ચીફ સ્ટાફ ઓફિસર (તાલીમ) તરીકે સેવા આપી હતી અને સમગ્ર ભારતીય નૌકાદળમાં તાલીમના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ ભારતીય નૌકાદળ સુરક્ષા ટીમ ઉભી કરવામાં પણ નિમિત્ત બન્યા હતા જે નૌકાદળના તમામ વર્ટિકલ્સમાં ઓપરેશનલ સુરક્ષાની દેખરેખ રાખે છે. ત્યારબાદ તેઓ ફ્લેગ ઓફિસર સી ટ્રેનિંગ તરીકે નૌકાદળના વર્ક અપ ઓર્ગેનાઈઝેશનના વડા બન્યા, જે પછી તેમને પશ્ચિમી બેડાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ તરીકે નિયુક્ત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. સ્વોર્ડ આર્મના કમાન્ડિંગ પછી, તેમને ફ્લેગ ઓફિસર ઓફશોર ડિફેન્સ એડવાઇઝરી ગ્રુપ અને ભારત સરકારના ઓફશોર સિક્યુરિટી અને ડિફેન્સના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

વાઈસ એડમિરલના રેન્ક પર બઢતી મળતા, ફ્લેગ ઓફિસર પશ્ચિમી નૌકા કમાનના ચીફ ઓફ સ્ટાફ, કંટ્રોલર ઓફ પર્સનલ સર્વિસીસ અને NHQ ખાતે ચીફ ઓફ પર્સનલ હતા. તેમની વર્તમાન સોંપણી પહેલા, તેમણે નેવલ હેડક્વાર્ટર ખાતે નૌકાદળના ડેપ્યુટી વડા તરીકે સેવા આપી હતી.

વાઈસ એડમિરલ સ્વામીનાથનની શૈક્ષણિક લાયકાતોમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, નવી દિલ્હીમાંથી BSc ડિગ્રી; કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, કોચીમાંથી ટેલિકોમ્યુનિકેશન્સમાં MSc; કિંગ્સ કોલેજ, લંડનમાંથી ડિફેન્સ સ્ટડીઝમાં MA; મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્ટ્રેટેજિક સ્ટડીઝમાં MPhil; અને મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં PhDનો સમાવેશ થાય છે.

 

SM/BS/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2259273) મુલાકાતી સંખ્યા : 9
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी