ચૂંટણી આયોગ
વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ 2026
ECINET સરળ કામગીરી, ઝડપી રિપોર્ટિંગ અને ઉન્નત સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરે છે
પોસ્ટેડ ઓન:
06 MAY 2026 4:42PM by PIB Ahmedabad
ભારતીય ચૂંટણી પંચ (ECI) ના મજબૂત આઈટી પ્લેટફોર્મ 'ECINET' એ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ 2026 દરમિયાન રિયલ-ટાઇમ મોનિટરિંગ સહિત ચૂંટણી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા, ઝડપી રિપોર્ટિંગ સક્ષમ કરવા અને પારદર્શિતા વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
જાન્યુઆરી 2026માં તેના સત્તાવાર લોન્ચિંગ પછીથી, ECINET એપના વપરાશમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે અને આજ દિન સુધીમાં તેના 10 કરોડથી વધુ ડાઉનલોડ્સ થયા છે. નવેમ્બર 2025માં બિહારની ચૂંટણીમાં ECINETના બીટા વર્ઝનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મતદાનના દિવસો દરમિયાન, એટલે કે 9, 23 અને 29 એપ્રિલના રોજ, ECINET પર 98.3 કરોડથી વધુ હિટ્સ નોંધાઈ હતી અને મતગણતરીના દિવસે એટલે કે 4 મે, 2026 ના રોજ, ECINET પર પ્રતિ મિનિટ સરેરાશ 3 કરોડ હિટ્સ નોંધાઈ હતી.
ECINET ના સાયબર સુરક્ષા પ્રોટોકોલના પરિણામે મતગણતરીના દિવસે ભારત અને વિદેશમાંથી આવતા 68 લાખથી વધુ દૂષિત હિટ્સનો અસરકારક રીતે સામનો કરવામાં આવ્યો, જેમાં પરિણામ પોર્ટલ સહિત મુખ્ય ચૂંટણી પ્લેટફોર્મને લક્ષ્ય બનાવવામાં આવ્યું.
મતગણતરી કેન્દ્રો પર સુરક્ષા વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે, આ ચૂંટણીઓમાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતગણતરીના દિવસે પ્રથમ વખત ECINETના માધ્યમથી QR કોડ-આધારિત ફોટો ઓળખપત્ર પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મતગણતરીના દિવસે, 3.2 લાખથી વધુ QR કોડ્સ જનરેટ કરવામાં આવ્યા હતા જેથી માત્ર અધિકૃત કર્મચારીઓ જ મતગણતરીના સ્થળોએ પ્રવેશ મેળવી શકે, અને તે રીતે મતગણતરી કેન્દ્રોમાં કોઈપણ અનધિકૃત પ્રવેશને અટકાવી શકાય.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2258430)
મુલાકાતી સંખ્યા : 18