આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
“વુમન એન્ડ મેન ઇન ઇન્ડિયા 2025: સિલેક્ટેડ ઇન્ડિકેટર્સ એન્ડ ડેટા” પ્રકાશનનું વિમોચન
પોસ્ટેડ ઓન:
29 APR 2026 3:22PM by PIB Ahmedabad
સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI), ભારત સરકાર દ્વારા તેના પ્રકાશનની 27મી આવૃત્તિ, જેનું શીર્ષક “વુમન એન્ડ મેન ઇન ઇન્ડિયા 2025: સિલેક્ટેડ ઇન્ડિકેટર્સ એન્ડ ડેટા” છે, તેને 29 એપ્રિલ 2026 ના રોજ ભુવનેશ્વર, ઓડિશા ખાતે “ડેટા ફોર ડેવલપમેન્ટ” પરના નેશનલ ડેલિબરેટિવ સમિટમાં બહાર પાડવામાં આવ્યું હતું.

આ પ્રકાશન વિવિધ મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓના ઇનપુટ્સના આધારે વસ્તી, શિક્ષણ, આરોગ્ય, આર્થિક ભાગીદારી, નિર્ણય લેવાની પ્રક્રિયા, મહિલાઓ સામેની હિંસા અને અન્ય લિંગ-સંબંધિત મુદ્દાઓ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં પસંદગીના સૂચકોના સંકલન દ્વારા ભારતમાં મહિલાઓ અને પુરુષોની સ્થિતિની વ્યાપક ઝલક રજૂ કરે છે. આંકડાકીય સ્પષ્ટતા વધારવા અને પ્રકાશનમાં રજૂ કરાયેલા આંકડાઓ હેઠળના ખ્યાલો, વ્યાખ્યાઓ, સ્ત્રોતો અને પદ્ધતિસરના પાસાઓની વધુ સારી સમજણ સુનિશ્ચિત કરવા માટે 50 મુખ્ય સૂચકાંકો માટે 'મેટાડેટા' પણ ઉમેરવામાં આવ્યો છે.
સત્તાવાર આંકડાઓ પર આધારિત, આ પ્રકાશનનો હેતુ વિષયોની વ્યાપક શ્રેણીમાં લિંગ-વિભાજિત ડેટા પ્રદાન કરવાનો છે, જેમાં ગ્રામીણ-શહેરી વર્ગીકરણ, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ અને જ્યાં પણ ઉપલબ્ધ હોય ત્યાં સમયગાળા અનુસાર અનેક સૂચકાંકો રજૂ કરવામાં આવ્યા છે. આનાથી દેશભરમાં લિંગ અસમાનતા અને વિકાસના વલણોની ઊંડી સમજ મેળવવામાં મદદ મળે છે.
મુખ્ય સામાજિક-આર્થિક સૂચકાંકોનું વિશ્લેષણ પ્રસ્તુત કરીને અને ઉભરતા વલણોને હાઇલાઇટ કરીને, આ પ્રકાશન નીતિ નિર્માતાઓ, સંશોધકો અને અન્ય હિતધારકોને સર્વસમાવેશક અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી લિંગ-પ્રતિભાવશીલ નીતિઓ અને કાર્યક્રમો ઘડવા માટે મૂલ્યવાન પુરાવાઓ પૂરા પાડે છે.
“વુમન એન્ડ મેન ઇન ઇન્ડિયા 2025: સિલેક્ટેડ ઇન્ડિકેટર્સ એન્ડ ડેટા” મંત્રાલયની વેબસાઇટ (https://mospi.gov.in/) પર ઉપલબ્ધ છે.
આ પ્રકાશનની કેટલીક મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
- જન્મ સમયે લિંગ ગુણોત્તર અખિલ ભારતીય સ્તરે વધ્યો છે, જે સ્ત્રીઓના અસ્તિત્વમાં સુધારો દર્શાવે છે. જે 2017-19 માં 904 હતો તે વધીને 2021-23 માં 917 થયો છે.

- વર્ષ 2008 અને 2023 ની વચ્ચે સ્ત્રી અને પુરુષ બંને શિશુઓ માટેના શિશુ મૃત્યુદરમાં નોંધપાત્ર અને સતત ઘટાડો નોંધાયો છે.

- પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધી શાળાકીય શિક્ષણના તમામ સ્તરોમાં લિંગ સમાનતા (Gender parity) પ્રાપ્ત થઈ છે.

- ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) 2021-22 અને 2022-23 ની વચ્ચે મહિલાઓ માટે 28.5 થી સુધરીને 30.2 અને પુરુષો માટે 28.3 થી સુધરીને 28.9 થયો છે.

- 15 વર્ષ અને તેથી વધુ વયના પુરુષો અને મહિલાઓ બંને માટે શ્રમ દળ ભાગીદારી દરમાં (LFPR) વધારો થયો છે. ખાસ કરીને, ગ્રામીણ મહિલાઓના LFPR માં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે, જે 2022 થી 2025 ના સમયગાળા દરમિયાન 37.5 ટકાથી વધીને 45.9 ટકા થયો છે.

- વર્ષ 2017 અને 2025 ની વચ્ચે મેનેજેરીયલ (વ્યવસ્થાપકીય) હોદ્દાઓ પર કાર્યરત પુરુષોમાં 73.80 ટકાનો વધારો થયો છે, જ્યારે તે જ સમયગાળા દરમિયાન મેનેજરીયલ હોદ્દાઓ પર કાર્યરત મહિલાઓમાં 102.54 ટકાનો વધારો થયો છે.

આ પ્રકાશન MoSPI ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને નીચે આપેલા QR કોડ દ્વારા પણ મેળવી શકાય છે.
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2256608)
મુલાકાતી સંખ્યા : 20