સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
સરકાર લક્ષિત કલ્યાણકારી પહેલો દ્વારા સર્વસમાવેશક વિકાસ અને સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ છે : કેન્દ્રીય મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર
નાણાકીય વર્ષ 2025-26માં, 75 લાખથી વધુ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને ₹7.981.47 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય શિષ્યવૃત્તિ યોજનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ 2025-26માં ₹223 કરોડનું ભંડોળ છે
પોસ્ટેડ ઓન:
24 APR 2026 10:26AM by PIB Ahmedabad
સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ અનુસૂચિત જાતિ (SCs), અન્ય પછાત વર્ગો (OBCs), વરિષ્ઠ નાગરિકો, મદ્યપાન અને નશીલા દ્રવ્યોના સેવનના ભોગ બનેલા વ્યક્તિઓ, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ, ભીખ માંગવામાં સંકળાયેલા વ્યક્તિઓ, વિચરતી અને વિમુકત જાતિઓ (DNTs), મેન્યુઅલ સ્કેવેન્જર્સ (હાથે મેલું ઉપાડનાર), સફાઈ કામદારો (કચરો વીણનારાઓ સહિત) અને આર્થિક રીતે નબળા વર્ગો (EWS) સહિત સમાજના વિવિધ વર્ગોના ઉત્થાન માટેના વિવિધ કાયદાઓ અને કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની દેખરેખ રાખે છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે જણાવ્યું છે કે સરકાર લક્ષિત હસ્તક્ષેપ અને કલ્યાણકારી પહેલો દ્વારા સમાજના તમામ વર્ગો માટે સર્વસમાવેશક વિકાસ અને સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
વિભાગ અનુસૂચિત જાતિના વંચિત વિદ્યાર્થીઓના શૈક્ષણિક સશક્તિકરણ પર કેન્દ્રિત શ્રેણીબદ્ધ યોજનાઓ અમલમાં મૂકે છે. નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન, 75 લાખથી વધુ SC લાભાર્થીઓને ₹7,981.47 કરોડની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.
SC કલ્યાણ યોજનાઓ હેઠળના ખર્ચમાં સતત સકારાત્મક વૃદ્ધિ અને ઉપર તરફનું વલણ જોવા મળ્યું છે, જેમાં નાણાંકીય વર્ષ 2024–25 ની સરખામણીએ SCs અને અન્ય માટેની પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ 21% નો વધારો, SCs માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ 11.23% નો વધારો, SC વિદ્યાર્થીઓ માટે ટોપ ક્લાસ એજ્યુકેશનની સેન્ટ્રલ સેક્ટર શિષ્યવૃત્તિ હેઠળ 13.5% નો વધારો અને લક્ષિત વિસ્તારોમાં હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે રહેણાંક શિક્ષણ માટેની યોજના (SHRESHTA) હેઠળ 16% નો વધારો થયો છે.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2255161)
મુલાકાતી સંખ્યા : 19