ચૂંટણી આયોગ
azadi ka amrit mahotsav

વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ 2026


ડ્રાય-ડેનો અમલ

પોસ્ટેડ ઓન: 20 APR 2026 3:02PM by PIB Ahmedabad

ભારતના ચૂંટણી પંચ (ECI)15 માર્ચ, 2026ના રોજ આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાઓની સામાન્ય ચૂંટણી અને 6 રાજ્યોમાં પેટાચૂંટણીઓનું સમયપત્રક જાહેર કર્યું હતું.

તમિલનાડુ રાજ્ય અને પશ્ચિમ બંગાળ (તબક્કો-I)માં મતદાન 23 એપ્રિલ, 2026 (ગુરુવાર) ના રોજ નિર્ધારિત છે, અને પશ્ચિમ બંગાળ (તબક્કો-II) માટે તે 29 એપ્રિલ, 2026 (બુધવાર) ના રોજ યોજાશે, જેમાં તમામ મતદાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતોની ગણતરી 4 મે, 2026 (સોમવાર) ના રોજ થશે.

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 135C જોગવાઈ કરે છે કે મતદાન વિસ્તારમાં કોઈપણ ચૂંટણી માટે મતદાન પૂર્ણ કરવા માટે નિર્ધારિત સમય સાથે સમાપ્ત થતા 40 કલાકના સમયગાળા દરમિયાન હોટલ, ખાણી-પીણીની દુકાન, ટેવર્ન (પીઠું), દુકાન અથવા સાર્વજનિક કે ખાનગી અન્ય કોઈપણ સ્થળે કોઈ સ્પિરિટયુક્ત, આથોવાળો અથવા માદક દ્રવ્ય અથવા તેના જેવી પ્રકૃતિના અન્ય પદાર્થો વેચવામાં આવશે નહીં, આપવામાં આવશે નહીં અથવા વિતરિત કરવામાં આવશે નહીં.

ઉપરોક્ત વૈધાનિક જોગવાઈને ધ્યાનમાં રાખીને, જ્યાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે તે મતદાન વિસ્તારમાં ચૂંટણી માટે મતદાનના દિવસના સંદર્ભમાં મતદાન પૂર્ણ કરવા માટે નિર્ધારિત કલાકો સાથે સમાપ્ત થતા 48 કલાક દરમિયાન સંબંધિત રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના કાયદા હેઠળ યોગ્ય હોય તે મુજબ 'ડ્રાય ડે' જાહેર અને સૂચિત કરવામાં આવશે. આમાં જો કોઈ પુનઃ મતદાન (re-poll) ની તારીખ હોય, તો તેનો પણ સમાવેશ થશે.

પંચ એવો પણ નિર્દેશ આપે છે કે જે તારીખે મતોની ગણતરી હાથ ધરવામાં આવનાર છે એટલે કે 4 મે, 2026 (સોમવાર) ના રોજ પણ ચૂંટણી યોજાનાર રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સંબંધિત કાયદા હેઠળ 'ડ્રાય ડે' જાહેર કરવામાં આવશે.

દારૂ વેચતી કે પીરસતી કોઈ પણ દારૂની દુકાનો, હોટલ, રેસ્ટોરાં, ક્લબ અને અન્ય સંસ્થાઓને ઉપરોક્ત દિવસોમાં કોઈપણ વ્યક્તિને દારૂ વેચવા/પીરસવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

નોન-પ્રોપ્રાયટરી ક્લબ્સ, સ્ટાર હોટલ્સ, રેસ્ટોરન્ટ વગેરેને દારૂ રાખવા તેમજ સપ્લાય કરવા માટેના વિવિધ કેટેગરીના લાયસન્સ હેઠળ કાર્યરત હોટલોને આ દિવસોમાં દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

ઉપરોક્ત સમયગાળા દરમિયાન વ્યક્તિઓ દ્વારા દારૂના સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને લાઇસન્સ વિનાના સ્થળે દારૂના સંગ્રહ પર એક્સાઇઝ કાયદામાં આપવામાં આવેલા નિયંત્રણોનો સખત અમલ કરવામાં આવશે.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2253750) મુલાકાતી સંખ્યા : 52