લોકસભા સચિવાલય
azadi ka amrit mahotsav

18મી લોકસભાના સાતમા સત્ર દરમિયાન, ઉત્પાદકતા આશરે 93 ટકા રહી: લોકસભા સ્પીકર


સાતમા સત્ર દરમિયાન લોકસભાની 31 બેઠકો યોજાઈ હતી, જે 151 કલાક 42 મિનિટ સુધી ચાલી હતી: લોકસભા સ્પીકર

કેન્દ્રીય બજેટ 2026-27 પર સામાન્ય ચર્ચા આશરે 13 કલાક ચાલી હતી અને 63 સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો: લોકસભા સ્પીકર

ધ કોન્સ્ટિટ્યૂશન (વન હન્ડ્રેડ એન્ડ થર્ટી-ફર્સ્ટ એમેન્ડમેન્ટ) બિલ, 2026; ધ યુનિયન ટેરિટરીઝ લોઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2026; અને ધ ડિલિમિટેશન બિલ, 2026 પર 21 કલાક અને 27 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી હતી અને 131 સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો: લોકસભા સ્પીકર

લોકસભામાં 12 સરકારી બિલો રજૂ કરવામાં આવ્યા હતા અને 09 બિલો પસાર કરવામાં આવ્યા હતા: લોકસભા સ્પીકર

18 મી લોકસભાના સાતમા સત્ર દરમિયાન જાહેર મહત્વની 326 બાબતો ઉઠાવવામાં આવી હતી: લોકસભા સ્પીકર

અઢારમી લોકસભાનું સાતમું સત્ર પૂર્ણ થયું

પોસ્ટેડ ઓન: 18 APR 2026 3:22PM by PIB Ahmedabad

અઢારમી લોકસભાનું સાતમું સત્ર, જે 28 જાન્યુઆરી, 2026 ના રોજ શરૂ થયું હતું, તે આજે પૂર્ણ થયું.

આ પ્રસંગે શ્રી બિરલાએ ગૃહને જાણ કરી હતી કે સત્ર દરમિયાન 31 બેઠકો યોજાઈ હતી જે આશરે 151 કલાક 42 મિનિટ સુધી ચાલી હતી.

સત્ર દરમિયાન ગૃહની ઉત્પાદકતા 93 ટકા હતી, તેમ શ્રી બિરલાએ જણાવ્યું હતું.

ભારતના માનનીય રાષ્ટ્રપતિએ 28 જાન્યુઆરી, 2026 ના રોજ સંસદના બંને ગૃહોના સભ્યોને સંબોધિત કર્યા હતા અને રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચા 2 કલાક 46 મિનિટ સુધી ચાલી હતી, તેમ શ્રી બિરલાએ જાણ કરી હતી.

નાણામંત્રીએ 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ ગૃહમાં કેન્દ્રીય બજેટ 2026-2027 રજૂ કર્યું હતું. કેન્દ્રીય બજેટ 2026-27 પર સામાન્ય ચર્ચા આશરે 13 કલાક સુધી ચાલી હતી. શ્રી બિરલાએ જાણ કરી કે 63 સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. નાણામંત્રીએ 11 ફેબ્રુઆરી, 2025 ના રોજ ચર્ચાનો જવાબ આપ્યો હતો.

પસંદગીના મંત્રાલયો/વિભાગોની ગ્રાન્ટ્સ માટેની માંગણીઓ (ડીમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ) પર ગૃહમાં 16 થી 18 માર્ચ, 2026 દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ ગ્રાન્ટ્સ માટેની માંગણીઓ ગૃહ દ્વારા પસાર કરવામાં આવી હતી. 18 માર્ચ, 2026 ના રોજ લોકસભામાં એપ્રોપ્રિયેશન બિલ પસાર કરવામાં આવ્યું હતું અને 25 માર્ચ, 2026 ના રોજ ફાઇનાન્સ બિલ પસાર કરવામાં આવ્યું હતું.

શ્રી બિરલાએ વધુમાં માહિતી આપી હતી કે, સત્ર દરમિયાન 12 સરકારી બિલો રજૂ કરવામાં આવ્યા હતા અને 09 બિલો પસાર કરવામાં આવ્યા હતા. પસાર થયેલા કેટલાક મહત્વના બિલો નીચે મુજબ છે:

  1. ધ ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કોડ (એમેન્ડમેન્ટ) બિલ, 2026
  2. ધ ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026
  3. ફાઇનાન્સ બિલ, 2026
  4. ધ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (એમેન્ડમેન્ટ) બિલ, 2026
  5. ધ આંધ્ર પ્રદેશ રિઓર્ગેનાઇઝેશન (એમેન્ડમેન્ટ) બિલ, 2026
  6. ધ જન વિશ્વાસ (એમેન્ડમેન્ટ ઓફ પ્રોવિઝન્સ) બિલ, 2026
  7. ધ સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સીસ (જનરલ એડમિનિસ્ટ્રેશન) બિલ, 2026

આ પ્રસંગે, શ્રી બિરલાએ માહિતી આપી હતી કે ધ કોન્સ્ટિટ્યૂશન (વન હન્ડ્રેડ એન્ડ થર્ટી-ફર્સ્ટ એમેન્ડમેન્ટ) બિલ, 2026; ધ યુનિયન ટેરિટરીઝ લોઝ (એમેન્ડમેન્ટ) બિલ, 2026; અને ધ ડિલિમિટેશન બિલ, 2026 પર 16 અને 17 એપ્રિલ, 2026 ના રોજ ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચા 21 કલાક અને 27 મિનિટ સુધી ચાલી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે ત્રણેય બિલો પરની ચર્ચામાં 131 સભ્યોએ ભાગ લીધો હતો. તેમણે ઉમેર્યું હતું કે બંધારણ સુધારા બિલ ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યું ન હતું.

શ્રી બિરલાએ એ પણ જણાવ્યું કે 23 માર્ચ, 2026 ના રોજ પ્રધાનમંત્રીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભારત સામે ઉભરતા પડકારો અંગે નિવેદન આપ્યું હતું.

સત્ર દરમિયાન, 126 તારાંકિત પ્રશ્નોના મૌખિક જવાબો આપવામાં આવ્યા હતા. ઝીરો અવર દરમિયાન સભ્યો દ્વારા જાહેર મહત્વની કુલ 326 બાબતો ઉઠાવવામાં આવી હતી, તેમ શ્રી બિરલાએ જાણ કરી હતી. સત્ર દરમિયાન રૂલ 377 હેઠળ કુલ 650 બાબતો હાથ ધરવામાં આવી હતી.

ડિપાર્ટમેન્ટલી રિલેટેડ સ્ટેન્ડિંગ કમિટીઝ દ્વારા 73 રિપોર્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા અને શ્રી બિરલાએ જાણ કરી હતી કે ગૃહના ટેબલ પર 2089 પેપર્સ મૂકવામાં આવ્યા હતા.

30 માર્ચ 2026 ના રોજ, રૂલ 193 હેઠળ “દેશને ડાબેરી ઉગ્રવાદથી મુક્ત કરવાના પ્રયાસો” વિષય પર ટૂંકી મુદતની ચર્ચા (શોર્ટ-ડ્યુરેશન ડિસ્કશન) યોજાઈ હતી. આ ચર્ચા 6 કલાક અને 7 મિનિટ સુધી ચાલી હતી અને તેમાં 36 સભ્યોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીના જવાબ સાથે ચર્ચા પૂર્ણ થઈ હતી.

શ્રી બિરલાએ એ પણ માહિતી આપી હતી કે 16 એપ્રિલ, 2026 ના રોજ, અધ્યક્ષે ગૃહને ભારતના 500 મેગાવોટના પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર દ્વારા પ્રથમ ક્રિટીકાલિટી સફળતાપૂર્વક પ્રાપ્ત કરવાની નોંધપાત્ર સિદ્ધિ વિશે જાણ કરી હતી.

તેમણે એ પણ જણાવ્યું કે આ સત્ર દરમિયાન સભ્યો દ્વારા 18 ભારતીય ભાષાઓમાં 181 નિવેદનો આપવામાં આવ્યા હતા અને તેમનું સાઇમલ્ટેનિયસ ઇન્ટરપ્રિટેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2253288) મુલાકાતી સંખ્યા : 9
આ રીલીઝ વાંચો: हिन्दी , Kannada , Bengali , English , Urdu