પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મુકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
પોસ્ટેડ ઓન:
16 APR 2026 9:53AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજથી શરૂ થઈ રહેલા સંસદના ખાસ સત્ર સાથે, દેશ મહિલા સશક્તિકરણ તરફ એક ઐતિહાસિક પગલું ભરવા માટે તૈયાર છે. તેમણે નોંધ્યું કે દેશ આ દિશામાં દ્રઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ સંસ્કૃત શુભાષિત શેર કર્યું-
“व्युच्छन्ती हि रश्मिभिर्विश्वमाभासि रोचनम्।
ता त्वामुषर्वसूयवो गीर्भिः कण्वा अहूषत॥”
સંસ્કૃત સુભાષિત દર્શાવે છે કે એક સ્ત્રી, તેના જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાનતાના અંધકારને દૂર કરે છે અને સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે. તેથી, સમૃદ્ધિ અને ઉમદા ગુણોની ઇચ્છા રાખનારાઓ હંમેશા મહિલાઓનું સન્માન અને આદર કરે છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
"આજથી શરૂ થઈ રહેલી સંસદની ખાસ બેઠકમાં, આપણો દેશ મહિલા સશક્તિકરણ માટે ઐતિહાસિક પગલાં લેવા જઈ રહ્યો છે. આપણી માતાઓ અને બહેનોનું સન્માન કરવું એ રાષ્ટ્રનું સન્માન છે અને આ ભાવના સાથે જ આપણે આ દિશામાં મજબૂતીથી આગળ વધી રહ્યા છીએ.
“व्युच्छन्ती हि रश्मिभिर्विश्वमाभासि रोचनम्।
ता त्वामुषर्वसूयवो गीर्भिः कण्वा अहूषत॥”
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2252422)
મુલાકાતી સંખ્યા : 43
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Telugu
,
Kannada
,
Malayalam