પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ‘નારી શક્તિ વંદન સંમેલન’માં તેમના સંબોધનની ઝલક શેર કરી
પોસ્ટેડ ઓન:
13 APR 2026 10:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘નારી શક્તિ વંદન સંમેલન’માં તેમના સંબોધનની ઝલક શેર કરી હતી. તેમણે મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ અને સશક્તિકરણ પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
X પર શ્રેણીબદ્ધ પોસ્ટમાં પ્રધાનમંત્રીએ લખ્યું:
“નવી દિલ્હીમાં નારી શક્તિ વંદન સંમેલનમાં માતાઓ, બહેનો અને દીકરીઓના ઉત્સાહ અને આત્મવિશ્વાસે નવી ઉર્જા ભરી દીધી.”
“વર્ષ 2029 માં નારી શક્તિ વંદન અધિનિયમ લાગુ કરવાને લઈને વિપક્ષની ભાવનાઓનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. 16 એપ્રિલથી સંસદમાં આના પર થનારી ચર્ચામાં અમારો પૂરો પ્રયાસ છે કે આ પ્રક્રિયા સંવાદ, સહયોગ અને સહભાગિતાથી આગળ વધે.”
“જ્યારે નિર્ણય પ્રક્રિયાઓમાં મહિલાઓની સહભાગિતા વધે છે ત્યારે વ્યવસ્થાઓમાં પણ સંવેદનશીલતા આવે છે. જલ જીવન મિશન સહિત અમારી ઘણી યોજનાઓની સફળતા આનું મોટું ઉદાહરણ છે.”
“ગુજરાતના ખેડા જિલ્લાની એક પંચાયતની મહિલા સભ્યોએ વિકાસને લઈને જે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી, તેનાથી ખબર પડે છે કે જમીની અનુભવમાંથી નીકળેલી વાણી કેવી રીતે વેદ-વાક્ય બની જાય છે. આના વિશે દરેક દેશવાસીએ ચોક્કસ જાણવું જોઈએ...”
માતાઓ-બહેનો અને દીકરીઓને વધુ સશક્ત બનાવવા માટે અમે અમારી યોજનાઓ દ્વારા નિરંતર પ્રયાસો કર્યા છે. આના એક નહીં અનેક ઉદાહરણો છે.
SM/BS/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2251750)
મુલાકાતી સંખ્યા : 16