રાષ્ટ્રપતિ સચિવાલય
વૈશાખી, વિશુ, વિષુવ, બોહાગ બિહુ, પોઈલા બોઈશાખ, મેષાદિ, વૈશાખાદિ અને પુથાંડુની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ
પોસ્ટેડ ઓન:
13 APR 2026 7:11PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 14 અને 15 એપ્રિલ, 2026ના રોજ ઉજવવામાં આવનારા વૈશાખી, વિશુ, વિષુવ, બોહાગ બિહુ, પોઈલા બોઈશાખ, મેષાદિ, વૈશાખાદિ અને પુથાંડુની પૂર્વસંધ્યાએ આપેલા સંદેશમાં જણાવ્યું છે કે: -
“વૈશાખી, વિશુ, વિષુવ, બોહાગ બિહુ, પોઈલા બોઈશાખ, મેષાદિ, વૈશાખાદિ અને પુથાંડુના શુભ અવસરે, હું ભારતમાં અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.
લણણીની મોસમ નિમિત્તે આ તહેવારો દેશભરમાં વિવિધ સ્વરૂપોમાં ઉજવવામાં આવે છે. આ તહેવારો દ્વારા આપણે ધરતી માતા અને આપણા અન્નદાતા ખેડૂતો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આપણા દેશનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, કૃષિ પરંપરાઓ અને એકતા પણ આ તહેવારોની ઉજવણી દ્વારા અભિવ્યક્તિ પામે છે.
હું ઈચ્છું છું કે આ તહેવારો સૌના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે અને આપણને આપણા રાષ્ટ્ર અને સમાજના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે પ્રેરણા આપે”.
રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2251683)
મુલાકાતી સંખ્યા : 10