ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મહાન સમાજ સુધારક અને શિક્ષણશાસ્ત્રી મહાત્મા જ્યોતિબા ફૂલેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
જ્યોતિબા ફૂલે શિક્ષણને સામાજિક સુધારણાનું સૌથી અસરકારક માધ્યમ માનતા હતા
તેમણે મહિલા શિક્ષણ માટે અભૂતપૂર્વ કાર્ય કર્યું અને સત્યશોધક સમાજની સ્થાપના કરીને સમાજમાં સમાનતા અને ન્યાયમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું
પોસ્ટેડ ઓન:
11 APR 2026 1:08PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મહાન સમાજ સુધારક અને શિક્ષણશાસ્ત્રી મહાત્મા જ્યોતિબા ફુલેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "મહાન સમાજ સુધારક અને શિક્ષણશાસ્ત્રી મહાત્મા જ્યોતિબા ફુલેને તેમની જન્મજયંતિ પર સાદર પ્રણામ. જ્યોતિબા ફુલે શિક્ષણને સામાજિક સુધારણા માટે સૌથી અસરકારક માધ્યમ માનતા હતા. તેમણે મહિલા શિક્ષણ માટે અભૂતપૂર્વ કાર્ય કર્યું અને 'સત્યશોધક સમાજ'ની સ્થાપના કરીને સમાજમાં સમાનતા અને ન્યાયમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું."
SM/BS/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2251106)
મુલાકાતી સંખ્યા : 24