રાજ્યસભા સચિવાલય
azadi ka amrit mahotsav

રાજ્યસભાના અધ્યક્ષ શ્રી સી.પી. રાધાકૃષ્ણને શ્રી પાર્થ અજિત પવારને શપથ લેવડાવ્યા

પોસ્ટેડ ઓન: 09 APR 2026 1:46PM by PIB Ahmedabad

માનનીય રાજ્યસભાના અધ્યક્ષ શ્રી સી.પી. રાધાકૃષ્ણને આજે સંસદ ભવનમાં મહારાષ્ટ્ર રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા નવા ચૂંટાયેલા સભ્ય શ્રી પાર્થ અજિત પવારને શપથ લેવડાવ્યા હતા. શ્રી પવારે અંગ્રેજી ભાષામાં શપથ લીધા હતા.

રાજ્યસભાના ગૃહના નેતા અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તથા રસાયણો અને ખાતર મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા; મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રીમતી સુનેત્રા અજિત પવાર; રાજ્યસભાના સભ્યો શ્રી જયરામ રમેશ, શ્રી પ્રફુલ્લ પટેલ; લોકસભાના સભ્ય શ્રી તટકરે સુનિલ દત્તાત્રેય; રાજ્યસભાના મહાસચિવ શ્રી પી.સી. મોદી અને સચિવાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2250401) મુલાકાતી સંખ્યા : 32
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Bengali